संदेश

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

चित्र
જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા,જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટ , પ્રવાસ. અમો ચાર જુનાગઢથી શ્રી પી.જી.પટેલ અધિક કલેકટર જુનાગઢ , શ્રી પંકજ કોટક સર , મારા મિત્ર રાજેશ ડાભી અને હું , એમ અમે બે જોડી મિત્રો , શિયાળાની આ શરુઆતી મૌસમમાં વહેલી સવારે જુનાગઢના રેલ્વે સ્ટેસનથી ઉપડતી ફક્ત પાંચ જેટલા ડબ્બાઓ સાથેની મીટરગેજ રેલ્વેલાઈન પર ચાલતી હેરીટેજ કહી શકાય તેવી જંગલ સફારી ટ્રેનની મજા માણવા ૦૭:૨૦ કલાકે નીકળી પડ્યા. એમા પણ અમારી અને રાજેશની જોડી તો માંડ ઉપડતી ટ્રેને દોડતા દોડતા ટ્રેનમાં બેસ્યા. પહેલેથીજ સમયસર બેસેલી શ્રી પી.જી.પટેલ અને પંકજ કોટક સર ની જોડી . મેં એમને કહ્યું આ આહીર અને રબારી અમે બન્ને તો અમે ૨૦ મિનીટમાં ઘરે થી અહી તૈયાર થઇ પહોચ્યા , બીજા ન પહોચી શકત કે આવત . કેમકે આ જૂનાગઢ થઈ જામવાળા હેરિટેજ સફારી ટ્રેનના પ્રવાસનું ધણાં વખતથી અમારી ડીઆરડીએ ઓફિસ ના ૩૫ જેટલાં સ્ટાફનું આયોજન ચાલી રહ્યું હતું, આ પ્રવાસના આગલા દિવસે જ જૂનાગઢ માં રન ફોર નો ટુ ડ્રગ્સ જૂનાગઢ મેરેથોન હતી, હું તેમાં સંમિલિત થયેલ , સર અને કેટલાક સ્ટાફ આના માટે ...

Chal Chali Nikdiye..

चित्र
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર - અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર . ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર .. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર .., અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર ડુંગરા, નદીઓ, ને વનો ફંફોળતા - ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર રસ્તાઓ ભલે હો જ્યાં અજાણ્યા , પણ સંદેહ નહીં જરાપણ જરાપણ , શોઘસું , અથડાસુ , પછડાશુ ને ફરી ફરી ચાલીશુ ., જીવન પથ જ છે આ અજાણ્યો , તો પછી શું અજાણ્યું અજાણ્યું .. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર.. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર., ઢળતી સાંજને ,ઉઘડતી સવાર,બપોરનો તડકોને,પક્ષીઓનો કલરવ પણ કેવો મજાનો, આકાશ અપાર ને ધરતીએ અપાર , આકાશ અપાર ને ધરતીએ અપાર.. જમીનની ભીનાશ ને - વૃક્ષો ની છાંય વચ્ચે આનંદ અપાર ને અપાર જ ., પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો - પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો માટી ની સુગંધ ને હૃદય માં ઉતારી, - ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર... અજાણ્યો પથ ને એ અજાણ્યા લોકો , અનુભવ છે આ કેવો નવો જ નવો.. વર્તમાન ને સજાગતાથી જોઈને જાણીને ને ચાલ આગળ વધીયે ., ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર... ભીતર નો આનંદ ને કુદરત નો સુમેળ છે , આ ભીતરનો ને કુદરત સાથેનો સુમેળ છે કેવો મજા નો...

Care And Protect Animals

चित्र
Care and Protect Animals પ્રાણી ઓની સારી રીતે સાર સંભાળ માટેનું મહત્વ ; જીવ અને સૃષ્ટિ ચક્રના દરેક જીવ પશુ-પક્ષી-પ્રાણીનું જતન-સંરક્ષણ કુદરતી-નેસર્ગીક રીતે અને વિજ્ઞાનના સમન્વયથી-ઉપયોગથી સંભાળવુ અગત્યનું છે. પ્રાણી માત્ર સહાનુભૂતા : વાતાવરણીય ફેરફારો , વૈશ્વિક ફેરફારો , માનવીય ચંચુપાત , ઔદ્યોગિકરણ , અને અનેક કારણોસર નિસર્ગમાં ઘણી ખલેલ પહોંચી છે. મનુસ્ય જીવ તરીકે પ્રાણી માત્રની સંભાળ , જતન અને સંરક્ષણ, સંવર્ધન જરૂરી છે. પ્રાણી જાતિ માં બે પ્રકાર છે . મનુષ્ય ના ઉત્ક્રાંતિ કાળમાં કેટલાક પ્રાણીઓ જે મનુષ્ય ની આસપાસ રહે છે જે પાલતુ પશુ પ્રાણી તરીકે અને મુખ્યત્વે જંગલ માં વસતા અને શિકાર કરતા પ્રાણીઓ . હોય છે . બન્ને ની કાળજી જુદી જુદી રીતે સંરક્ષિત કરવામાં આવે છે. તેના માટે પાણી, ખોરાક, પ્રેમ , કરુણા , એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર , તેમનામાં ચંચુપાત નહીં , પજવણી નહીં , તેમના સંરક્ષિત વિસ્તારો , યોજનાઓ અગત્યની બને છે . પ્રાણી માત્ર કરુણા અને સહાનુભૂતિ ને પાત્ર છે . સૃષ્ટિ માં જીવ સ્વરૂપે વસ્તી ગોચર - અગોચર સર્વે જીવો - મનુષ્યો , પશુ - પક્ષી - પ્રાણી , જળચર - થલતર - સહીત જીવજંતુ કીટક...
चित्र
આ છે જૂનાગઢ અદભુત છે આ જૂનાગઢ! દિશા દિશાએ દ્વાર અહીં શોર નહીં કલશોર રહે જૂનાગઢ મહીં. ગિરનાર ઉંચેરો પર્વતને મોતીબાગ બગીચો નરસિંહ મહેતા કેરું કીર્તનને વનરાજ કેરું ગર્જન. સંતુષ્ટ રહે સૌ જૂનાગઢી, છે તપોભૂમિ આ સંત તણી . વન , વનરાઈ , વનરાજને, વન્યજીવ, પાણીનું પુષ્કળ પ્રમાણ અહીં. છે હિન્દૂ - મુસ્લિમ - બૌદ્ધ - જૈન તીર્થો ને નવાબી સ્થાપત્યો અહીં . શિક્ષણ , આરોગ્યનું કેન્દ્ર છે , વ્યાપાર મધ્યમ અહીં . સંતુષ્ટ રહે છે સૌ જૂનાગઢી નોકરિયાતને મધ્યમ વર્ગ ને વ્યાપાર અહીં. શિક્ષણ - આરોગ્યના ધામ વિશેષ ઉદ્યોગો બહુજ જુજ અહીં ! લાલઢોરી ને લાલબાગ ગઢ ઉપરકોટ અહીં. સુદર્શન તળાવ , પરીતળાવ , કુંડ દામોદરજી અહીં . આશ્રમો , અખાડાઓ અનેક જૂનાગઢ મહીં. શિવરાત્રી મોટો મેળો ને , ગિરનાર પરિક્રમા પગદંડી અહીં .. લેખ શીલા અશોકની , મકબરો મહોબતનો અહીં. પ્રકૃતિના સો સો આશીર્વાદ અહીં. દ્વારકાપુરી ને દીપાંજલિ સોસાયટીઓના નામ અહીં, સર્વ સુખી , સર્વે સંતુસ્ટ , સર્વ સમાવેશકી જૂનાગઢ નગરી . છે ખરીદી બજારો - ચોક પંચહાટડી માંગનાથ , વણઝારી ચોક , દીવાનચોક , રંગમહેલ ચિતાખાના અને માંડવીચોક અહી...
चित्र
પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ -2022 તા. 24 અને 25 સપ્ટેમ્બર, રાજકોટ. ઇન્ડિયા ફાઉન્ડેશનના માર્ગદર્શનથી વર્ષ 2011 થી શરૂ થયેલ - ગુજરાત થિંકર્સ ફેડરેશન અને સમન્વય પ્રતિષ્ઠાનના પ્રાવધાનમાં બે દિવસીય પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 - રાજકોટ હોટેલ પેટ્રિકા સ્યુટ્સ ખાતે 'વિઝન ગુજરાત - 2060' થીમ પર ડેલિગેટ - પાર્ટિસિપેસન કરવાનો અનેરો જ્ઞાનસભર - મનોમંથન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ' ગુજરાત યંગ થિંકર્સ મિટ - 2022 માં પસંદ થયેલ વિભિન્ન ક્ષેત્રના 86 યુવાઓએ સક્રિયતાથી ભાગ લીધો હતો. ગુજરાતના તજજ્ઞોની પેનલના વૈચારિક કાર્યશીલ માર્ગદર્શક સેસન્સ અને ડેલિગેટ્સના સક્રિય પાર્ટિસિપેટરી ઇનપુટ્સ અપ્રોચથી વિઝન ગુજરાત - 2060નું મંથન સંવાદીત રીતે બે દિવસ દરમ્યાન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ ઇનોગ્રેસન સેશન - વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન Vallabh Youth Organisation ના પૂજ્ય વ્રજકુમાર મહોદયજી VRAJRAJKUMARJI GOSWAMI દ્વારા વિકાસના પાંચ પાયાઓ સ્વરૂપે સ્વચ્છતા , ગર્ભ સંસ્કાર સહિત માર્ગદર્શિત કર્યા. પ્રથમ દિવસના બીજા સેશનમાં ખ્યાતનામ કલાકાર , સાહિત્યકાર અને શિક્ષણ વિદ શ્રી સાઈરામ...
चित्र
વિપશ્યના   પ્રાચીન ભારત માં આ વિદ્યા ઘણી પ્રચલિત હતી , 2500 વર્ષ પૂર્વના ભારતમાં ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ વિદ્યા પ્રતિપાદિત કરવામાં આવેલ . ત્યારબાદના અમુક સદીઓ બાદ ભારતમાંથી આ સાધના વિલુપ્ત થયેલ . નજીકના બ્રહ્મદેશ એટલેકે બર્મામાં આ વિદ્યા ગુરુશિસ્ય પરમ્પરાથી જળવાઈ સચવાઈ રહી . મૂળ ભારતીય પરિવારના બર્મામાં જન્મેલા આચાર્ય સત્યનારાયણ ગોયન્કાજી  એ ગુરુજી સયાજી ઉબા ખીન પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી. દરેકે જીવનમાં બની શકે તેટલું વહેલું સમય કાઢી આ દસ દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર અવસ્ય પોતાના માટે અને આસપાસના સારા વાતાવરણ માટે જીવન જીવવાની પદ્ધતિ માટે વહેલાંમાં વહેલી તકે અચુક જીવનમાં આ સાધના પદ્ધતિનો અભ્યાસ કરવો  જોઈએ . કે જેના અનેક પોતાના માટે જ ફાયદાઓ છે. ગુજરાતમાં વિપશ્યનાના 06 તપોભૂમિ એવા ધ્યાન કેન્દ્રો આવેલા છે . 1. ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - બાડા ગામ માંડવી કચ્છ , 2. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર - રંગપર રાજકોટ 3. ધમ્મપાલી ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - ટોડી ગામ પાલીતાણા- સોનગઢ હાઇવે , ધમ્મઅંબિકા વિપશ્યના કેન્દ્ર- નવસારી , ધમ્મદિવાકર વિપશ્યના કેન્દ્ર - મહેસાણા , ધમ્મપીઠ વિપશ્યના ક...
चित्र
 पंक्ति -  ' कोई वन बनाता है, कोई उपवन बनाता है '     जिसे सार्थक किया  - भारत के गुजरात स्टेट के  उपलेटा  तालुका के मजेठी नामक गांव के जगदीशभाई डांगर जी ने ।  मां-बाप और बेटेने सद्भावना से गांव की  बंजर जमीन में बनाया है जंगल । यह स्थान कई जानवरों और पक्षियों का भोजन  - निवास का एक निडर स्थान बना है ।            यह  है, शहीद वन, औसधि  वन , वनवागड़ो - स्मृतिवन। यहां  100 बच्चे एक साथ खेल सकते हैं, ऐसा स्व-निर्मित  बाल क्रीड़ांगन जिसमे वेस्ट का उपयोग करके कई राईड्स  जिसमें झूले, टॉवर ब्रिज, गुफाएं, देशी रोपवे शामिल हैं।       जहां विभिन्न सुविचार , राहगीरों के लिए पेयजल व्यवस्था, पक्षी आवास, अनाज जल आपूर्ति व्यवस्था।असम से भारतके वन पुरुष के रूप में जाने जाने वाले जादव पायेंग  की तरह  विशाल जंगलके लिए प्रयासरत एक गुजराती !