જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .
અમો ચાર જુનાગઢથી શ્રી પી.જી.પટેલ અધિક કલેકટર જુનાગઢ , શ્રી પંકજ કોટક સર , મારા મિત્ર રાજેશ ડાભી અને હું , એમ અમે બે જોડી મિત્રો , શિયાળાની આ શરુઆતી મૌસમમાં વહેલી સવારે જુનાગઢના રેલ્વે સ્ટેસનથી ઉપડતી ફક્ત પાંચ જેટલા ડબ્બાઓ સાથેની મીટરગેજ રેલ્વેલાઈન પર ચાલતી હેરીટેજ કહી શકાય તેવી જંગલ સફારી ટ્રેનની મજા માણવા ૦૭:૨૦ કલાકે નીકળી પડ્યા. એમા પણ અમારી અને રાજેશની જોડી તો માંડ ઉપડતી ટ્રેને દોડતા દોડતા ટ્રેનમાં બેસ્યા. પહેલેથીજ સમયસર બેસેલી શ્રી પી.જી.પટેલ અને પંકજ કોટક સર ની જોડી . મેં એમને કહ્યું આ આહીર અને રબારી અમે બન્ને તો અમે ૨૦ મિનીટમાં ઘરે થી અહી તૈયાર થઇ પહોચ્યા , બીજા ન પહોચી શકત કે આવત . કેમકે આ જૂનાગઢ થઈ જામવાળા હેરિટેજ સફારી ટ્રેનના પ્રવાસનું ધણાં વખતથી અમારી ડીઆરડીએ ઓફિસ ના ૩૫ જેટલાં સ્ટાફનું આયોજન ચાલી રહ્યું હતું, આ પ્રવાસના આગલા દિવસે જ જૂનાગઢ માં રન ફોર નો ટુ ડ્રગ્સ જૂનાગઢ મેરેથોન હતી, હું તેમાં સંમિલિત થયેલ , સર અને કેટલાક સ્ટાફ આના માટે મળ્યા પણ ખરાં પણ ચોક્કસ આયોજન ફાઇનલ ન થયું. એટલે અમે માની લીધું નહીં જવાનું હોય , અને અચાનક સવારે ૦૭ વાગે સરનો મને અને રાજેશને ફોન આવ્યો કે ક્યાં છો ? તમે અહીં રેલવે સ્ટેશન અમે આવી ગયાં છીએ , અમે અવાચક થયાં નિદ્રા માંથી જાગી . ચાલો આવી જાવ ફટાફટ ટ્રેન આવી ગય છે , ૦૭:૨૦ એ ઉપડશે. અને હું અને રાજેશ ફટાફટ ૨૦ મિનિટમાં તૈયાર થઈ પહોંચ્યા. ટ્રેનમાં તેમની સાથે બેસેલા ગીર ગઢડાના હરમડિયા ગામે વેકેસન માટે જતા ત્રણ બહેનો બાળકીઓ અને એક તેના વ્હાલસોયા એવો બાળક ભાઈ એમ અમારી ૦૪ ની જોડીની જેમજ ચાર બાળકો. મેં શ્રી પંકજ કોટક સરને અજાણતા જ પૂછ્યું આ તમારા બાળકો છે ,તેમને તરત જ કહ્યું આ બે મારા બાળકો અને બે મારી ભત્રીજીઓ ! અમે પણ નાના બાળકોની જેમ કોટક સરની વાત સાચી માની લીધેલ પરંતુ તે હક્કિત ન હતી સાહેબ અમારી સાથે ગમ્મત કરી રહ્યા હતા. એ બાળકો સાથે જ્ઞાન અને ગમ્મતની વાતો નો સારો દોર ચાલ્યો ,નિખાલસ બાળકો એ તેમની વાડીએ કેરી અને અન્ય ફળો ખાવા આવવાનું આમંત્રણ પણ આપ્યું , કે અમે મેળવ્યું ? બાળકો આ ટ્રેનના, પ્રવાસના તેમનું વતન હોવાથી જાણકાર પણ. અને હા આ અમે સૌએ શ્રી પી.જી.પટેલ સર એ સાથે લાવેલ ખાખરા અને સફરજન કાઢ્યા , અને સૌને આપ્યા માણ્યા. હું અને રાજેશ તો ૨૦ મિનીટમાં જ સવારના નાસ્તા વગર જ આવેલ એટલે ખુબ જરૂરી રીતે થોડા આરોગ્યા !
શ્રી પી.જી.પટેલ અને શ્રી પંકજ કોટક સરની જોડીએ જણાવ્યું કે આજે તો બસ બધું ભૂલી જવું છે , અમારે બસ બાળક જ બની જવું છે . કેમકે બંને બાલ્યવસ્થા , હોસ્ટેલ સમયના પાક્કા વતનના મિત્રો બંને મળે એટલે બસ આનંદની મજાક મસ્તીની વાતો ., સાથે તેઓ તેમના નજીકના મિત્રોને , પરિવારજનોને ફોન – વિડીઓ કોલ મારફત આ પ્રવાસ વિષે , હેરીટેજ સફારી મીટરગેજ ટ્રેન વિષે અવગત કરાવી રહ્યા , અને જણાવી રહ્યા હતા કે , વી હઆર એન્જોઇન્ગ અ હેરીટેજ ટ્રેઈન ! ટ્રેનના ડબ્બાઓમાં વચ્ચે સિંગ – દાળિયા – વટાણા , સિંગ-દાળિયા-ચના–દાળ નો અવાજ સંભળાય છે , અને થોડી જ સેકન્ડોમાં અરસ-પરસ નજર મિલાવી વાત કરી આ બધીજ વસ્તુઓનું એક એક પેકેટ લઈએ છીએ. જેમાં લીલા અને લાલ મસાલા વટાણા ચણા ,સિંગ અને દાળનો થોડો થોડો વહેચીને આસ્વાદ લીધો , પટેલ સાહેબે કરાવ્યો. આ વેંચવા વાળા ભાઈ પંદરેક વર્ષથી ટ્રેનમાં આ વેંચવાનો વ્યવસાય કરે છે. જુનાગઢ નજીક ગીરનાર પર્વતમાળાઓ જોતા જોતા પસાર થતી અમારી ટ્રેન જુનાગઢથી વિસાવદર વચ્ચે આવતા ગામો , ખેતરોથી પસાર થઇ રહી હતી , ત્યાં શ્રી પંકજ કોટક એ કહ્યું આ ટ્રેનમાં જંગલ તો નથી આવ્યું ? ખાલી ખેતરો આવે છે , મારી ટ્રેનની ટીકીટ પાછી આપો ! મારે તો જંગલ જોવું છે . ટીકીટની વાત આવી તો ટીકીટ તો આ મહાનુભાવોની જોડીએ તો લીધેલી પણ હું અને રાજેશ તો ચાલુ ટ્રેને ચડ્યા એટલે ટીકીટ પણ અમારી પાસે નહી ,બોલો ! આગે આગે ગોરખ જાગે .. અલખ નિરંજન હા મેં , અને શ્રી પી.જી.પટેલએ શ્રી પંકજ કોટકને જણાવ્યું કે વિસાવદર પછી જંગલ શરુ થશે . આ ટ્રેન દરેક નાના નાના સ્ટેશન પર ઉભી રહે ,જેમાં જુનાગઢ થી વિસાવદર વચ્ચે બીલખા ,તોરણીયા આવે. જયારે વિસાવદર આ ટ્રેન સૌ હેરીટેજ કે પ્રકૃતિ સફારી ટ્રેન માણવા આવેલ પ્રવાસી ને ૨૦ મિનિટનો સ્ટોપ મળે, કેમકે અહી અમરેલીથી આવતી ટ્રેન ચેન્જ થાય છે . આ ટ્રેનમાં મોટા ભાગે સ્થાનિક ગ્રામીણ પરિવારો એક ગામથી બીજા ગામ સગા સ્નેહી પરિવારજનોને ત્યાં જવા કે નાના મોટા વ્યવસાય નોકરી અર્થે અવર જવર કરે છે , એટલે ઘણું જોવા જાણવા મળે તેવા પહેરવેશ રીત રીવાજો વાતો અને સ્થાનિક ભાષાનો પરિચય આ ટ્રેનમાં અચૂક થાય છે , સાથે બાવા સાધુ ફકીર કે ખાલી એક સ્ટેસન થી બીજા સ્ટેસન કામ વ્યવસાય અર્થે જતા લોકો. આ ૨૦ મિનીટનો અમારા અગાઉથી થયેલ જાણકારી અને આયોજન મુજબ વિસાવદર રેલ્વે સ્ટેસન પર ખુબજ સારા મળતા બટેટાવડા અને દાલ વડા, ગ્રીન ચટની અને સાથે ચા નો મજેદાર આસ્વાદ ટ્રેનમાં માણ્યો ! આહા ! મજેદાર !અને હા મેં ભજીયા અને ચા લીધી બધાં માટે લઈ એક સાધુ ને પણ ત્યાં ભજીયા ખવડાવવા સ્ટોલ ધારકને કહ્યું, અને રાજેશે અમારા બંનેની દેલવાડા સુધીની લેવાની બાકી હતી તે રેલ્વે ટીકીટ લીધી .
દેલવાડા એટલે છેક ઉના - દિવ પાસે. શ્રી પી.જી.પટેલ સરના નિર્ધારિત કાર્યક્રમ મુજબ દેલવાડા પહોચવાનું ૧;૦૦ કલાકે ત્યાં કહી રાખ્યા મુજબ ભોજનનું આયોજન અને પરત આ ટ્રેનમાં બપોરે ૦૨ કલાકે જુનાગઢ આવવા પરત દેલવાડા થી રવાના થવું એવું હતું. મારી જાણકારી મુજબ આ ટ્રેનમાં જુનાગઢથી પ્રવાસ માણવા જતા પ્રવાસીઓ કાં તો જમવાનું સાથે લઇ દેલવાડા સુધી પ્રવાસ ખેડે છે , પણ મોટા ભાગના ગીરમાં આવતા જામવાળા રેલ્વે સ્ટેસન ઉતરી પાસે જ આવેલા જમજીરના ધોધ સ્થળ પર નહાવાનો આનંદ અને સાથે લાવેલ ભોજનનો આનંદ માળે છે , અને ફરી જામવાળાથી આ જ ટ્રેનમાં પરત જુનાગઢ. વાહ ., એ વિચાર ને મેં અમારા સાથીઓને જણાવ્યો , કે આપણે પણ છેક દેલવાડા સુધી ફક્ત ટ્રેનમાં પ્રવાસ કરવાને બદલે જામવાળા ઉતરી આસપાસનાં સ્થળો અને પ્રકૃતિનું સાનિધ્ય માણી થોડું એડવેન્ચર કરીએ. અને સૌ તૈયાર ! શ્રી પંકજ કોટકે કહ્યું , પ્રવીણ ! લેટ્સ ડુ થીસ. શ્રી પી.જી.પટેલ સર એ ગીરગઢડાના સ્થાનિકને ફોન કરી અમે પ્રોગ્રામ બદલ્યો છે તેમ જણાવ્યું અને મને ફોન આપ્યો , મેં તેમને અમારી ટ્રેન બપોરે ૧૨ કલાક આસપાસ જામવાળા પહોંચે પછી આસપાસ ફરવા લાયક સ્થળો , સારા ભોજનની ઉપલબ્ધતા અને જામવાળાના પ્રખ્યાત પેંડા વિષે માહિતી મેળવી , તેમણે સરસ , સરળ ભૌગોલિક અને ત્યાંની વ્યવસ્થા વિશે માહિતી આપી . વિસાવદર થી આગળ રામપરા પ્રેમપરાથી પસાર થઇ ટ્રેન અને થોડે આગળથી જંગલ રૂટ અમારી સૌની ચાહના મુજબ શરુ થયો ...,, હું રેલ્વે સીટ પરથી ઉભો થઇ , ટ્રેનના દરવાજે એક બે વખત પ્રકૃતિ માણવા ઉભો રહ્યો , પછી સૌને જણાવ્યું ., ખુબ જ સુંદર ગીર જંગલ , ક્યાંક ક્યાંક જંગલમાં ભરાયેલ કુદરતી પાણી , પક્ષીઓ ,આકાશ , ટેકરાઓ , ગીચ જંગલ જાળી , મોટા ખાખરાના વૃક્ષો સહનું ખુલ્લું જંગલ , નૈસર્ગિક હવા , જંગલ ખાતાએ પ્રાણીઓને પાણી પીવા માટે બનાવેલ પાણીના પોઈન્ટસ , ઝરખ , હરણ , મોર – ઢેલ સહિતનું પ્રકૃતી સોંદર્ય સૌ માણતા જ રહ્યા . જ્યારે આ ટ્રેનના દરવાજે ઉભા હોઈએ અને ટ્રેનના પાટાનો આવતો વણાંક ને તેમાં જોવાતું ટ્રેનનું એન્જીન અને ડબ્બાનું દ્રશ્ય અને પાછળ સુધી ટ્રેનનું જોવાનું છુક છુક ગાડીનું ખરું ખુબ સુંદર દ્રશ્ય જંગલ વચ્ચે મનમોહક જોવા મળે છે. જેનાં ફોટો અને વિડીઓ અમે લીધા . વચ્ચે આગળ આવે છે કાસિયા નેસ ! જે રેલ્વે સ્ટેસન પણ છે. જંગલમાં રહેતા માલધારી પશુપાલકોના રહેણાંકો જેને નેસ કહેવામાં આવે છે , જેમાં ધરની સાથેજ પાળતું પશુઓ ગાય ભેંસ ધેટાં કે બકરાંઓનો વાડો રહેણાંક એક સાથે હોય છે. નેસ જંગલ વિસ્તારમાં હોય છે , જ્યાં નજીકમાં છુટાં છવાયા ઘરનો ગામ હોય છે .જેમાં આ ઘરો લાકડાનાં, ગાર–માટી , ભેંસ અને ગૌ છાણનું દીવાલો અને નેસમાં લીપણ હોય છે , જ્યાં દૂધ આપતા પશુ અને માલધારી પરિવારો સાથે રહેતા હોય છે . આ નેસ જોવા જેવો માણવા જેવો જાણવા જેવો આપણા માટે ક્યારેક રહેવા જેવો ખરો. ...................ગીર તો ગીર છે ., સાહેબ !
આગળ વધતા ટ્રેન આવી પહોંચે છે , વિશ્વ વિખ્યાત સાસણ ગીરના રેલ્વે સ્ટેસન પર આ સ્ટેસન સારી રીતે જળવાયેલ આને અધ્યતન . સ્ટેશનની બાજુમાંજ સાસણ ગીર રેલ્વે ગેસ્ટ હાઉસ પણ ખુબ સુંદર ડિઝાઇનનું છે . આ સ્ટેસન પર સાસણ ગીરની ઓળખ એવા એશીયાટીક લાયન – સિંહ અને અહીં વસતા વિવિધ પ્રજાતિના પશુ -પક્ષી- પ્રાણીઓની પ્રતિકૃતિ રૂપ પેઇન્ટિંગસ જોવા મળે છે , જ્યાં ના ૦૫ મિનીટના સ્ટોપ માં અમે ત્યાના સ્ટેસન અને અમારૂ ફોટો સેસન કર્યું . સાસણ ગામનું નામ જૂનાગઢના ઈતિહાસ સાથે સંકળાયેલું છે . જુનાગઢ મા નવાબી શાસન હતું . તેથી જુનાગઢ નવાબે અહી રહેણાંક મકાન અને કાર્યાલય અહીં બનાવેલું , તેઓ અને તેમના મહેમાનો અહી શિકાર કે વિવિધ કાર્ય અર્થે અહી રોકાતા , જેથી જુનાગઢ સ્ટેટના વિવિધ આદેશો - ફરમાન નવાબ અહીંથી કરતાં તેથી જૂનાગઢ શોરઠનું શાસન અહીંથી ચાલતું એટલે આ સ્થળ- ગામનું નામ સાસન થયું અને અપભ્રંશ થતા થતા 'સાસણ' તરીકે ઓળખાય છે. હાલ અહીં ઘણી બધી સવલતો સિંહ દર્શન , સફારી , હોટેલો , ફાર્મ હાઉસ અને રિસોર્ટસ અહી મોટી માત્રામાં વિકસ્યા છે . સાસણથી આગળ ટ્રેનમાં પસાર થતા આ બધું જોવા મળે છે ,
સાથે આંબા–કેરી ના બગીચાઓ , શેરડીના વાવેતર અને તેમાંથી થતા ગોળ બનાવવાના ઘાણાઓં અહીં વાડીઓમાં જોવા મળે છે . આગળ આવે છે તાલાલા – તાલાળા રેલ્વે સ્ટેસન જે ગીર સોમનાથ જીલ્લાનું એક તાલુકા મથક છે . અહીં આ જુનાગઢ - દેલવાડા ટ્રેન વિસાવદરની જેમ ૨૦ થી ૩૦ મિનીટનો સ્ટોપ લે છે , કેમ કે અહીં ટ્રેન એન્જીન અલગ થઇ બીજી દિશામાંથી પરત આવે છે , ટ્રેક બદલે છે અને પાછળના ડબ્બા સાથે જોડાય છે . અહીં બહાર અમારે ટ્રેનના માસ્ટર- ટીકીટ મેનજર શ્રી પરમાર ભાઈની સાથે વાતો થઈ જે નિવૃત ભારતીય સેના જવાન છે , અને પછી રેલ્વેમાં નોકરીમાં જોડાયા છે. તેમને અમારી સાથે અધિક કલેકટર હોવાથી સફર વિષે પુચ્છા કરી . સાથે આ મીટરગેજ રેલ્વે લાઈનના ભવિષ્ય વિષે પણ અમે તેમની પાસેથી માહિતી મેળવી. અહીંયા પણ અમે તાલાળા સ્ટેસન પર મળતા ગાઠીયા-મરચા અને જલેબી થોડાં જ પણ સાથે લીધા, અને ટ્રેનમાં બેસી તેનો સ્વાદ બધાંએ લીધો. આગળ આવતા હતા ગીર હડમતીયા , પાણીકોઠા જેવાં સ્ટેશનો અને ગામો અને દક્ષિણ આફ્રિકા પ્રદેશથી અહીં વસેલા સીદી બાદશાહ જાતિનું એકમાત્ર એવું ‘જાંબુર’ ગામ . અને તેના નાનાં નાનાં રેલ્વે સ્ટેસન વિશ્રામો. જ્યાં વચ્ચે ત્યાંના સાંસ્કૃતિક સામાજિક દર્શન સાથે લોકોની ટ્રેનમાં અવર-જવર જોવા મળે છે. સીદી જાતિનું 'ધમાલ' નૃત્ય દેશમાં પ્રખ્યાત છે , તો તાજેતરમાં જ જાંબુર ગામના મહિલા હીરબાઈબેન ઈબ્રાહીમભાઈ લોબી ને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી પુરસ્કૃત કરાયા છે . શ્રી પી.જી.પટેલ સર , શ્રી પંકજ કોટક સર વિવિધ ક્ષેત્રના અનુભવી , જાણકાર વ્યક્તિત્વ છે. શ્રી પંકજ કોટકે તો ગુજરાતી અને મારવાડી ફિલ્મોમાં વિવિધ રોલમાં એક્ટિંગ કરેલી છે , જે તેમના અવાજ , ભાષા , હેર સ્ટાઈલ અને વ્યક્તિત્વ પરથી પણ જાણકાર ઓળખી શકે . તેમને કરેલી ગુજરાતી અને મારવાડી ફિલ્મોનાં કેટલાક અંશો અમે ટ્રેનમાં મોબાઈલથી નિહાળ્યા . તો મારા સાથી રાજેશભાઈ અને કોટક સાહેબે અને અમે ઈકોનોમી , કેરિયર , વિકાસ , વર્તમાન પ્રવાહો , કન્સલ્ટિંગ સહિતના વિવિધ વિષયોએ વાર્તાલાપ કર્યો . તો પટેલ સર એ જ્ઞાન સભર સંવાદ બાળકો સાથે કર્યો . મારાં સાથી રાજેશે હમણાંજ જીપીએસસી વર્ગ - ૨ પાસ કરી છે. તેમની કારકિર્દી અને ભવિષ્ય વિશે પણ કોટક સરે , રાજેશ અને મેં થોડો સંવાદ કર્યો. આગળ આવવાનું હતું , અમારું ઉતારવાનું ગંતવ્ય સ્થાન એટલે જામવાળા રેલવે સ્ટેસન .જેના વિષે અમને અમારા શરુઆતથી સાથી પ્રવાસી ૦૩ બાળકી અને એક તેના નાના ભાઈ એમાંથી મોટી અને વચ્ચેની ઉંમરની બહેને અમને સમયે સમયે અવગત કર્યા હતા કે, અમારું સ્ટેસન ક્યાં સમયે , ક્યાં ક્યાં ગામ પછી આવશે. અને અમે પહોંચી ગયા ૧૨ ; ૨૦ મીનીટે જામવાળાના રેલ્વે મથકે .
એકદમ જૂનું ઉંચાઈ વાળું જે તે સમયે ભવ્ય હશે તેવું આ જામવાળાનું રેલવે સ્ટેશન .
રેલવે સ્ટેશન પરના ઢોળાવ પરથી પશ્ચિમ દિશામાં નીચે ઉતર્યા . હું આગળ ચાલ્યો કેમકે ત્યાંથી અમારે રિક્ષાની વ્યવસ્થા કરવાની હતી. અમારી નજર સામેજ ત્યાં જંગલ જાળી વાડી જેવી જગ્યા પાસેથી , વચ્ચે એક વયોવૃદ્ધ રીક્ષા ચાલક અમારા ત્યાં પહોંચતા પહેલા અમારી નજર સામે તેમની પિયાગો રીક્ષામાં ભરેલ પેસેન્જરો કે જે લોકલ જામવાળા જવાના હશે , એટલે એ રીક્ષા પેસેન્જરથી ભરાઈ ગઈ હશે ને ચાલવા માંડી . મેં ઈસારો કર્યો અને રાડ પાડી , પણ અમે ચાર જણ અને રીક્ષા ભરાયેલ હોય સમાઈએ પણ નહીં , એટલે મેં કહ્યું કોઈ રીક્ષા વાળો હોય તો મોકલજો , અને તે રીક્ષા વાળાએ ધીમે ધીમે ધૂળ ઉડાડતી એ રીક્ષા એતો અમારી નજર સામે ચાલતી પકડી .
પછી આસપાસ કોઈ બહુ વ્યક્તિ કે કોઈ વાહન કે રીક્ષા કશુંજ દેખાય નહિ . હું થોડો જ મૂંઝાયો કે હવે શું કરીશુ . કેમકે મેં જ બધાને કહ્યું હતું કે ત્યાંથી રીક્ષા આરામથી મળી જાય છે , અને આસપાસ ફરી શકાય છે ત્યાં મારી નજર ત્યાં ઉભેલા એક મોટર સાઇકલ ચાલક પર પડી , તેની પાસે હું ગયો , સદ્સંજોગે એ મૂળ ત્યાંના જામવાળા ગામના જ વતની , અને તે તેમના પરિવારને ટ્રેનમાં મુકવા આવેલા આને થોડી વાર ત્યાં ઉભેલા, મેં કહ્યું અમારે અને સાથે રહેલા સાહેબોને નજીક જમઝીર ધોધ , સાત મહાદેવ , અને બથેશ્વર કેમ્પ સાઈટ જવા માટે રિક્ષાની જરૂરિયાત છે . તેમણે તેમના ગામના ૦૨ રીક્ષા વાળાને ત્યાંથી જ ફોન કર્યા, પણ અમારા કમનસીબે એક બહાર હતો અને એક કોઈ કારણસર આવવા તૈયાર ન થયો. જામવાળા ગામ આ જામવાળા સ્ટેસનથી ૦૩ કે કિલોમીટર જેટલાં અંતરે હશે. હું અને જામવાળાના સ્થાનિક વ્યક્તિ સરધારાભાઈ વાત કરી આયોજન કરી રહ્યા હતા ,બેઉં સર અને રાજેશ બહારથી સ્ટેશન નિહાળવા થોડા પાસેજ વાતો કરી રહ્યા હતા . ટ્રેન માં સ્ટેશને વૃધ્ધ વડીલ જામવાળા ના થાબડી પેંડા છૂટક વેચાણ અર્થે આવેલ તે પણ ચાલીને કામ આટોપી અમારી આસપાસથી પસાર થતાં મેં કુતુહલ વશ જામવાળાના પ્રખ્યાત પેંડાનો ટેસ્ટ માણવા બધાં માટે એમ કુલ ૦૪ નંગ પેંડા લીધાં તેમણે એ કાગળમાં આપ્યા. મેં સૌને વહેંચ્યા સૌ એ થોડા થોડા ચાખ્યા. પછી હું થોડો મુંઝાયો કે હવે રિક્ષાનું શું કરશું? કંઈક તાત્કાલિક કરવું પડશે, મેં વિચાર્યું અને સરધારાભાઈને કહ્યું હું તમારી સાથે બાઈક પર જામવાળા ગામ આવી જવ ત્યાં કોઈ સ્થાનિક રિક્ષા મળી જાય. તેમણે પણ એજ કહ્યું, હા ચાલો., મેં અમારા સાથીઓને કહ્યું આપ અહીં જ રહો હું આમની સાથેજ જામવાળા ગામમાં જાવ છું અને રીક્ષાની વ્યવસ્થા કરી આવું છું. તેમણે બધા એ કહ્યું ઓકે. હું બાઈક પર સવાર થઈ અમે જામવાળા તરફ નિકળ્યા. તે દરમ્યાન કોટક સર ત્યાં વિડિયોકોલથી કોઈને આ જૂનવાણી રેલવે સ્ટેશન દર્શાવી રહ્યા હતાં.અને સ્ટેશન બહાર ચર્ચાઓ કરી કે આ સ્ટેશન પર એક મહિલા ટીકીટ આપવાનું કાર્ય કરી રહીં છે , આ સ્ટેશન પણ ગામથી દૂર અવાવરું જગ્યા પર છે, ખખડઘજ બિલ્ડીંગ છે , અહીં કંઈપણ કાંઈક અઈચ્છનીય બનાવ બની શકે,
હું અને સરધારાભાઈ બાઈક પર જઈ રહ્યા હતા હું તેમની પાસેથી રોડ , સ્થાનિક ભૌગોલિક આને સ્થળો આને અંતરો વિશે માહિતગાર થવા પ્રયત્ન કરી રહ્યો હતો. આને અમે પહોંચ્યા જામવાળા ગામ ત્યાં ગામના હાઈવે પરના મુખ્ય રસ્તા પર જ તેમની શિવ શક્તિ હોટલ આવેલી છે, ત્યાં બાઈક ઉભી રાખી. એક સામેથી રિક્ષા ચાલક ને બોલાવ્યો તેમની સાથે મેં સંવાદ કર્યો અને તે ૩૫૦ રુપીયામાં અમને પ્રવાસ કરાવવા તૈયાર થયા. મેં તેમને રીક્ષા લઈ રેલવે સ્ટેશનથી સાહેબોને રીક્ષામાં તેડી અહીં લાવવા કહ્યું.
હું હોટેલમાં અંદર ગયો અને તે રવાનાં થયો, ચાલીને સામે ક્યાંક તેની રીક્ષા હશે,તે તરફ તે દરમ્યાન મેં સરધારા ભાઈની જ હોટેલ પર તેમને સ્પેશિયલ ચા નું કહ્યું કે એ બધા રિક્ષામાં સ્ટેશન પરથી આવે એટલે સાથે રેલ મુસાફરી બાદ હવે ચા નો આસ્વાદ લઈએ અને એનર્જી નો સંચાર કરીએ . મેં થોડું પાણી થી હાથ મોં ફ્રેશ કર્યું અને પાણીની બોટલ લીધી. એમને રીક્ષામાં આવવાનો સમય લાગ્યો . ત્યાં મેં જામવાળાના પ્રખ્યાત થાબડી પેંડા ક્યાં સારા મળે છે તેની તપાસ કરી . એટલી વારમાં અ હો , અ હો આશ્ચર્યમ ! સામેના સ્ટેશન તરફથી આવતા ડામર રસ્તા પર કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું રૂરલ ટ્રાવેલિંગ ઓપન વિહકલ #છકડો અને એ ધુક , ધુક , ધુક ધુક , ધુક ધુક ધુક કરતા ધૂળ ઉડાડતા ખુલ્લા છકડો રીક્ષામાં સવાર ઉભા હતા સવારી કરતા ત્રણેય સાહેબો .... અને સાહેબ થઇ હો . અરે અરે મેં કહ્યું આ શું ?
થયું એવું કે મને એમ હતું કે અમે મોકલી છે , એ પિયાગો કાળી પેક પેસેન્જર રીક્ષા છે . અને આ ભાઈ પાસે હતી ખુલ્લી છકડો રીક્ષા . અરે મેં કીધું આ શું કર્યું ., ગયો ત્યારે અમારું ધ્યાન નહીં . પછી એને કહ્યું ભાઈ અમારે પેક રીક્ષા બાંધવાની છે સફર માટે , આ નહીં તમારું સ્ટેશન થી અહીં સુધીનું ભાડું બોલો ., 100 રૂપિયા ! એમણે કહ્યા મુજબ તેને આપ્યા.
અમારે ફરી પેક પિયાગો રીક્ષા ની સામે પડી હતી જામવાળાના પાદર ના બસસ્ટેન્ડે બપોરના પહોરે અમારે જોઈતી હતી તેવી એક રીક્ષા હું ત્યાં ગયો . રીક્ષા ચાલાક તો ત્યાં હતી નહીં પણ બસ સ્ટેન્ડ પર બેઠેલ વ્યક્તિ ને આ રીક્ષા વિષે પૂછ્યું તેણે જણાવ્યું મારા મામા ની છે રીક્ષા , એ રીક્ષા ચાલાક ભુપત ભાઈ તેની સાથે ફોન પર મેં અમારે જવાનું હતું તે ત્રણેય સ્થળો વિષે કહ્યું તેણે કહ્યું હું ત્યાંજ રૂબરૂ આવું છું .
ત્યાં સુધીમાં અમે સામે સરસ બનાવેલી ચા પીધી , કોટક સાહેબે કોલ્ડ કોલ્ડ્રિંક્સ પીધું. અને હસતા હસતા ચર્ચા કરી કે જો પેલા ખુલ્લા છકડો રીક્ષા માં સફર કરી હોત તો કોટક સાહેબ અને પટેલ સાહેબ કહે કે અમારી કમર જ આટલી જગ્યાએ ફરવામાં તેમાં સવારી કરીને કમર તૂટી જાત . અને ખુબ હસ્યાં , ત્યાં રેલવે સ્ટેશન પર છકડો રીક્ષા જોઈ પટેલ સાહેબે રાજેશ ને કહ્યું અર્જુને તો ભારે કરી , આ રીક્ષા ! મોકલી , અને ફરી બહુ હસ્યાં . એ એમણે તો એ છકડો સવારીનો વિડિઓ પણ ઉતાર્યો હતો . વાહ આ પણ અનુભવનો અનોખો આનંદ છે .
ત્યાંજ ભૂપા ભાઈ રીક્ષા વાળા ત્યાં આવ્યા અને સમય પણ બપોરના 01 કલાક જેવો થઈ ગયો હતો . તેમની સાથે સાત મહાદેવ , બથેશ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટ અને ઝમઝીર નો ધોધ અને બપોરનું દેશી ભોજન સારી જગ્યાએ આમ બધું 02 કલાકમાં ફેરવવા જણાવ્યું . અને ભાડું પૂછ્યું તેમણે 600 રૂપિયા જણાવ્યા . મેં ઓછા કરવાનું કહ્યું અને પટેલ સાહેબે 500 પ્લસ જમવાનું અમારી સાથે તેમ કહ્યું ., પણ રીક્ષા ચાલાક એ 600 રૂપિયા આપજો હું જમીશ તો નહીં . કોટક સાહેબે કહ્યું બરાબર છે એ રીક્ષા ચાલાક ને પણ લાભ થવો જોઈએ . પૂર્વ છકડા ચાલક રબારી ભાઈ , અને આ રીક્ષા ચાલક અને અમારી વચ્ચે પહેલા ક્યાં જવું ? તેમાં સપ્ત ઋષિ આશ્રમનો રસ્તો ખરાબ હોવાથી પહેલા ત્યાં જવું નક્કી થયું. અને પછી અમે એ ભુપાભાઈ ની રીક્ષામાં સવાર થયા . અને અમારી રીક્ષા ચાલી અમરેલી વાળા હાઇવે રોડ પર અને મુખ્ય ત્રણ રસ્તા ની ચોકડી પહોંચતા ત્યાં કહાની બધી હોટેલો અને પ્રખ્યાત થાબડી પેંડાની અનેકો દુકાનો અને ત્યાં મોટા મોટા લાઈવ તવા ચૂલા બકડીયા પર થાબડી પેંડા ગરમા ગરમ બનતા જોવા મળે છે . વાહ ખરેખર અદભુત ., જોતા જ સ્વાદ બને છે.
એ હોટલો અને દ્રશ્યો નિહાળ્તા જામવાળાથી આગળ તાલાળા રોડ પર રિક્ષા ચાલી , રિક્ષામાં હું આગળ બેઠો , અને પાછળ બાકીના ત્રણેય . સિંગોડા નદીની પૂર્વ તરફથી ડાબી દિશા ના પ્રવાહ કાંઠે કાંઠે , ખડબચડા રસ્તે ખુબ જર્જરિત રસ્તા પર અમે શપ્તેસ્વર – સાત મહાદેવ આશ્રમ તરફ અમે પરવશ કરી રહ્યા હતા .રસ્તા ની ડાબી તરફ સિંગોડા નદી જેમાં જેના એક બે નદી માંહેનાં નાના પ્રવાહોમાં નદી વહી રહી હતી . જમણી દિશામાં ખેતરો ,વાડીઓ અને કેટલાક ફાર્મ હાઉસ આવેલ હતા .માર્ગ ખનો તૂટેલો હતો , ફરી પેલી ઓપન છકડો રિક્ષા યાદ કરીકે આ રસ્તા પર તો એમાં ખુબ હેરાન થાત . સિંગોડા નદી એ ગીર માં વહેતી મોટી નદી છે , તેના પર અહી ખુબ મોટો હાઇવે પર પુલ પણ આવે છે , આ નદી ના પ્રવાહ પર જ જમજીરનો પ્રખ્યાત ધોધ આવે છે. જેમાં હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ હોય છે.
૦૬ એક કિલોમીટર ધૂળિયા ખખડધજ માર્ગ પર આગળ જતાં જંગલ તરફ આવે છે સપ્તેસ્વર મહાદેવ સાત મહાદેવ આશ્રમ સાત મહાદેવ ની જગ્યા , પ્રાચીન સમયની આ જગ્યા જણાય આવે છે . રિક્ષા માંથી ચર્ચા કરતા અમે પાણી પીય ફટાફટ ઉતર્યા કે આપડે સમયસર દર્શન કરી ,આગળ વધીએ .સાત મહાદેવ ની જગ્યામાં અંદર જતા જ આવે છે આંગણા ના પટાંગણમાં મોટો પોલ પર લગાવેલ ઘંટ , જ્યાં અમે ફોટો પડાવવાનું મનોમન વિચાર્યું . હાથ મો ધોઈ અમે ત્યાંની પશ્ચિમ દિશા માં ઉચાઇ પર બીરાજમાન છે સાત શિવલિંગ જેને ત્યાજ સાત શિવલિંગ ને એક પછી એક શિવલિંગ પર ત્યાં દરેક શિવલિંગ પાસે રખાયેલ ત્રાંબા ના કળસ માં રખાયેલ જળ થી અભિષેક કરી શકાય છે . આ ક્ષેત્ર ખુલ્લું છે જેની પાછળનું દ્રશ્ય એક્દમ નયનરમ્ય ગાઢ વનરાવન દર્શયમાન થાય છે . અહી આ આશ્રમ એ ઉદાસીન અખાડા પરંપરા માં આવે છે. જ્યાં ઉદાસીન સાધુ કુટીરમાં નિવાસ કરે છે . જેમની કુટીર જઈ મેં મુલાકાત કરી . તેમણે બધાને ચા પીવાનો આગ્રહ કર્યો , પણ મેં અમારે થોડું જવાની ઉતાવળ હોવાનું જણાવ્યું આશ્રમ ની કુટીર નિહાળી હું મંદિર ના બહારના પ્રાંગણમાં આવ્યો જ્યાં અમે ૦૨ ,૦૨ ના ગ્રુપ માં અને ચારેયનો ગ્રુપ ફોટો રિક્ષા ચાલક ભૂપાભાઈ એ પાડી આપ્યો. અને પછી ફટાફટ રિક્ષામાં અમે બધા ગોઠવાયા , રસ્તો ધૂળિયો હોવાથી અમારા બધાના માથાના વાળ ધૂળ ધૂળ થય ગયેલા . કેમકે રિક્ષા માં પાચળ થી સાઈડ માંથી ધૂળ ઉડે. અને એમાય કોટક સાહેબ ના તો કરલી વાળ એટલે એમના માથામાં ધૂળ સૌથી વધુ ભરાઈ . તેમણે કહ્યું કે પહેલાતો સંપૂર્ણ માથું ધોઈ વાળ માંથી ધૂળ સાફ કરી ફ્રેસ થતા એક કલાક થશે . આગળ ના જવાના સ્થળ મુજબ અમારે જવાનું હતું બથેસ્વર નેચર કેમ્પ સાઈટ અને પછી ઝમઝીર નો ધોધ. કોટક સાહેબ કહે આપણે સમય જોતા બથેસ્વર સાઈટ સ્કીપ કરી શકીએ ,ત્યાં શું છે ? મેં કહ્યું ના સાહેબ એ ખુબ સારી જગ્યા છે આપણે ત્યાં તો જઈએ જ .
જમણી તરફ વહેતી સિંગોડા નદી નિહાળતા નિહાળતા મુખ્ય તાલાલા હાઇવે પર અમારી રિક્ષા આવી પહોચી . ત્યાંથી જમણી તરફ હાઇવે પર નદી પરનો પુલ પાસ કરી આગળ અમારે જ્યાં જવાનું હતું તે ફોરેસ્ટ વિભાગ ની કેમ્પ સાઈટ એટલે બથેસ્વર તરફ આગળ વધ્યા . ફરી જમણી તરફ બથેસ્વર નેચર કેમ્પ સાઈટ નો સાઈન બોર્ડ આવે છે ,જે જંગલ ખાતા ની જામવાળા રેંજ માં આવે છે . એ તરફ વળ્યા રસ્તો કાચો પણ પેલા રસ્તા કરતા ખાસ્સો સારો જંગલ ખાતા એ વ્યવસ્થિત બનાવેલો . થોડા આગળજ ડાબી તરફ ફોરેસ્ટ વિભાગ ના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે . રિક્ષાચાલક એ જણાવ્યું કે આ જાનવરોનું સિંહ દીપડા વિગેરે નું દવાખાનું છે , જ્યાં તેમની સારવાર થાય છે ,આવુજ દવાખાનું મેં સાસણ જોયેલું . આગળ જતા રસ્તા ની વચ્ચે ક્યારેય ન જોય હોય તેવી ખુબ મોટી ચંદન ઘો ( ચંદન ગોહ – મોનીટર લીઝાર્દ ) અમે જોઈ , ઓહ્હ નો ઉદગાર નીકળી ગયો .., બધાએ એ જોઈ અને એ જમણી તરફ ની જાળી માં ચાલી ગય. મેં આટલી મોટી ચંદન ગોહ પહેલી વાર જોઈ .
આ રસ્તો ખુબ સુંદર છે ત્યાં જંગલ નો ઉંચાણ અને નીચાણ સહિતનો બન્ને વ્યુ દેખાય છે વચ્ચે નદી પણ દેખાય છે . અને આગળ પાક્કા રસ્તો આવતા હાઈટ ઉપર જમણી તરફ બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટ દેખાય છે ,તેની પહેલા વચ્ચે નદી ખળ ખળ વહે છે અને એ પુલ કે જેના ઉપર થી નદી નો પ્રવાહ ચાલુ હતો તેની નીચે ધોધ ની જેમ સુંદર પાણી પડતું દેખાય જેના પર મોટી મગરનું પેન્ટિંગ સુંદર ચિત્રિત કરાયેલ છે. તેની પર પસાર થય થોડાજ ઉંચાણ પર અમારી રિક્ષા બથેસ્વર પહોચી. અહી નેચર કેમ્પ સાઈટ હોવાથી સામેજ ટેન્ટ દેખાય છે , બાજુમાં જ બથેસ્વર મહાદેવ મંદિર છે. અહી આગળ રાઉન્ડ માં ખુબ ખુબ જ સુંદર પક્ષીઓ અને પ્રાણીઓના અદ્ભુત મોટા ચિત્રો ચિત્રિત કરેલ છે . અહી કોઈ પ્રકૃતિ શિબિર ચાલુ હશે , તેના લોકો ત્યાં રોજીદા કાર્ય માં હતા , બપોરના ૧;૩૦ જેટલો સમય થયો હશે , આ કુલ વિસ્તાર ઘણો મોટો હશે એટલે ત્યાના ફોરેસ્ટ સ્ટાફ ક્યાંક દુર અંદર રાઉન્ડ માં હશે . ત્યાની ઓફીસ રૂમ માંથી એક ફોરેસ્ટ લેડી સ્ટાફ બહાર આવી તેમણે અમને અહી આવવાનો ઉદેશ્ય પુછ્યો., હું તેની પાસે ગયો અને અમારો, સરનો અને સહુનો પરિચય આપ્યો. મેં કહ્યું જુનાગઢ ના અધિક કલેકટર સાહેબ છે , તેઓએ કહ્યું અચ્છા આવો ઓફીસ માં સાથે કહ્યું કે તો અધિક કલેકટર સાહેબ અને રિક્ષા માં !! મેં કહ્યું હા . અને પછી અમારા આ ટ્રેન પ્રવાસ ,પ્રકૃતિ પ્રવાસ અમે એડવેન્ચર પ્રવાસ વિષે તેમને જણાવ્યું . ત્યાં ઓફીસ માં બેસી માલવિયાબેન પાસેથી અમે ત્યાની પ્રવૃતિઓ વિષે માહિતગાર થયા. બથેસ્વર ફોરેસ્ટ વિભાગ અંતર્ગત નેચર કેમ્પ સાઈટ છે .જ્યાં સ્કૂલના બાળકો ,સંસ્થાઓ , પ્રાઇવેટ ક્લબો , એવા પ્રકૃતિ પ્રેમી લોકો માટે ૦૨ થી ૦૩ દિવસ સુધીના નેચર કેમ્પો અહી આયોજિત થતા રહે છે જેમાં ટ્રેકિંગ , વ્રુક્ષો નીજન્કારી નદી , વન્ય પાસુ પક્ષી જીવો ની માહિતી ,વન ભ્રમણ સહિતની અનેક પ્રવૃત્તિ ના માધ્યમ થી લોકો ને આવી શિબિરોમાં ,નિસર્ગ ની નજીક ,કુદરત ના ખોળા માં , પ્રાકૃતિક સોન્દર્યના સામ્રાજ્યમાં વિહરવા , રહેવાની મજા માણી પ્રકૃતિના આહલાદક વાતાવરણ સાથે રહેવા મળે છે . અહી પક્ષીના અવાજો ,રાત્રીના ચંદ્રીમાંનું સોંદર્ય ,નદીનો અવાજ સહીત અનેક આવા સ્પન્દનોનો સ્પર્શ આ શિબિર દરમ્યાન થતો જ હશે . ત્યાં બહાર ફોરેસ્ટ રેન્જર ત્યાં બહાર ગ્રાઉન્ડ માં આવ્યા તેમની સાથે આ નેચર કેમ્પો વિષે,નોંધણી પ્રક્રિયા અને પ્રવૃત્તિ વિષે થોડી ચર્ચા , તેમને જણાવ્યું કે આઈએફએસ વિકાસકુમાર યાદવ અત્યારે અહી જામવાળા રેંજ માં ટ્રેની તરીકે અજમાયાસી પીરીયડ માં ફરજરત છે ,પણ તેઓ જામવાળા રેંજ ઓફીસ પર હશે તેવું જાણવા મળતા તેઓને મળી શકાયું નહીં. અને પછી બથેસ્વર કેમ્પ સાઈટ પર ફોટો સેસન કરી અમે અહી ફરી આવી રાત્રી રોકાણ સાથે પ્રકૃતિને માણવાના વિચારોને શ્વાસો માંહેથી હૃદયમાં સાંકળીને ત્યાંથી નીકળવા રવાના થયા.
અમારે હવે આગળ પહેલા બે કાર્ય કરવાના હતા , પહેલાતો સારી જગ્યાએ બપોરનું ભોજન લેવાનું અને જામવાળા ના પ્રખ્યાત થાબડી પેંડા ખરીદવાના . અમે રિક્ષા ચાલક ભુપાભાઈ ને સારી કાઠીયાવાડી દેશી ભોજન માટે લઇ જવા કહ્યું . જામવાળા થી અમરેલી ઘારી તરફ ચોકડી પડે છે જ્યાંથી એક રસ્તો જંગલ તરફ બાણેજ ,કનકાઈ તરફ જાય છે. બાણેજ જંગલ વિસ્તારમાં આવેલું એવું સ્થાન છે જ્યાં ગુજરાત રાજ્ય ચુંટણી પંચ દ્વારા ફક્ત ૦૧ મતદાતા માટે મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે . બાણેજ એ ગીર ની મધ્યમાં આવેલ શિવ મંદિર છે .,જ્યાં ના મહંત અહી મતદાન કરતા હતા એક મતદાતા એટલે આ મતદાન કેન્દ્રનું ૧૦૦ % મતદાન ! અને કનકાઈ એ માતાજી નું જંગલ મધ્યે આવેલ દેવી સ્થાન છે.
અમારે ત્યાં જવાનું ન હતું ., પણ એ રસ્તાની ચોકડી પાસે ભુપાભાઈ અમને લઇ ગયા ક્રિષ્ના હોટેલ માં જમવા . અમારે ફટાફટ જમવાનું હતું , હોટેલ માં જરાપણ ભીડ પણ ન હતી હોટેલ ખાલી હતી , અમે હોટેલ સંચાલક ને ગુજરાતી થાળી ૦૪ લોકો માટે તૈયાર કરવા માટે કહ્યું ., અમે રિક્ષા ચાલક ભૂપાભાઈને ભારપૂર્વક અમારી સાથે જમવા આગ્રહ કર્યો પણ ભૂપા ભાઈએ અગાઉ જણાવ્યા મુજબ ના કહી અને પોતે ઘરે જમવાના છે તેમ જણાવ્યું. હોટેલ સંચાલકે બાજરાનો રોટલો જમવો છે ? તો બનાવી આપે તેમ જણાવ્યુ અમે તરત હા પાડી અને થોડું ઝડપથી બનાવવા કહ્યું . ડાઈનીંગ પર અમે ગોઠવાયા ટીવી સ્ક્રીન પર ક્રિકેટ મેચ પણ ચાલુ થઇ . અંદાજીત બપોરના ૦૨:૦૦ વાગી ગયા હતા ,અમારે જમઝીર ધોધ હજી જવાનું હતું . અને પાછુ ૦૩:૦૦ કલા ક્પહેલા જામવાળા રેલ્વે સ્ટેસન પરત સફારી હેરીટેજ ટ્રેન પણ પકડવાની હતી . થોડી વાતો કરી ત્યાંજ અમારા ટેબલ પર ગુજરાતી થાળી ગરમાગરમ પીરસવામાં આવી સાથે સલાડ ,કચુંબર, મરચા , ડુંગળી , અથાણાં , પાપડ અને જગમાં ઠંડી છાસ , 03 ગુજરાતી કાઠિવાડી સબ્જી અને ગરમ દાળ ભાત.અમો જમવા મંડ્યા , ખુબ સરસ જમવાનું હતું . બે ગરમા ગરમ રોટલા આવ્યા માખણ સાથે 04 પીસ. અમે સૌએ એક એક ટુકડો લીધો . આનંદ પૂર્વક જમતા હતા . વચ્ચે મેં રીક્ષા ચાલાક ભુપા ભાઈને અમારે અને સૌને સાથે લઇ જવાનું હતું તે જામવાળા ના પ્રખ્યાત થાબડી પેંડા સારામાં સારી જગ્યાએથી લાવી આપવા કહ્યું, તે તે કામ કરવા આસપાસ ગયો. થોડી વારમાં અમે જમવાનું આટોપી લીધું ., બહાર આવ્યા કોટક સરએ અમારા સૌના આગ્રહ છતાં તેમણે જ આ જમવાનું બિલ ચુકવ્યું . હોટેલ સંચાલકનો સ્વાદિષ્ટ ભોજન માટે આભાર માની, અમે બહાર આવ્યા ભૂપા ભાઈને મેં પૂછ્યું કે લાવ્યા થાબડી પેંડા!? તેમણે કહ્યું ચાલો જ્યાં ગરમ ગરમ બનતા હતા ત્યાં ઓર્ડર આપ્યો છે તમે લોકો રિક્ષામાં બેસી જાવ .
અમે ફટાફટ રીક્ષામાં ગોઠવાયા રીક્ષા થોડી જ આગળ ચાલી ત્યાં ભુપાભાઈએ જમણી તરફ ગરમાગરમ બની રહેલ થાબડી પેંડાની દુકાન પાસે રીક્ષા ઉભી રાખી.
અને અમને પૂછ્યું કે કેટલા પેંડા લેવાના છે અમે એકબીજા ચર્ચા કરવા લાગ્યા મેં કહ્યું એક કિલો થાબડી પેંડા મારા માટે , એકબીજા સામે નજર ફેરવી અમે , રાજેશે તેના માટે 500 કહીયા અમે કોટક સાહેબની માટે પણ થાબડી પેંડા તેમના પરિવાર માટે લઈ જવા આગ્રહ કર્યો તે મુજબ થાબડી પેંડા ના પેકિંગ તૈયાર કરી સાથે લીધા જેનું કેસ પેમેન્ટ રાજેશ એ આપ્યું.
રીક્ષા હવે મુખ્ય રસ્તા પર આવી રીક્ષા નો અને અમારું હવે આગળનું ડેસ્ટિનેશન હતું જમજીરનો ધોધ સમય ઓછો હતો એટલે રીક્ષા ચાલક ને પૂછ્યું રસ્તો તો હવે સારો હશે ને ઝડપથી ચલાવજો. જામવાડા ગામ પાસેથી રીક્ષા પસાર થઈ હાઇવે તરફ આગળ વધી.મનમાં તો હું વિચારતો હતો કે જમજીર નો ધોધ ખાતે સમય ઓછો હોવા છતાં નાહવા મળશે્ .
જમ્યા પણ હતા મુખ્ય રોડ પર જામવાળા રેલવે સ્ટેશન થી સામેની દિશામાં જ બહુ દૂર ન કહી શકાય તેમ નજીક જ જમજીરના ધોધનો સામે તરફ રસ્તો પડે છે અને એ રસ્તો અંદરની તરફ થોડો ખરાબ ખરો.એ ઉબડ ખાબડ રસ્તા પરથી અમે જમજીરના ધોધ ની પહેલા ડાબી તરફ એક બોર્ડ છે , જમજીર ઋષિનો આશ્રમ પણ ત્યાં જવાનો અમારી પાસે સમય ન હતો તે જગ્યા આશ્રમ પણ ઉદાસીન અખાડામાં આવે છે તેવું મેં જાણેલ .
આગળ કેટલાક નાના કાંટાળા છૂટાછવાયા વૃક્ષો કાંટાળા થોરો ખુલ્લી જગ્યા મોટા પથ્થરો જેવી જગ્યા આવે છે એ દેખાય છે ત્યાં આગળ એક તરફ રીક્ષા ઉભી રહે રીક્ષા ચાલકે અમને ઉતરવા ઈશારો કર્યો આવી ગયો સામે જમજીર નો ધોધ. ત્યાંથી ચાલતા પગે અમારે આગળ ધોધના મુખ્ય પ્રવાહ પાસે પહોંચવાનું હતું. અમે ઉતાવડા પગે રીક્ષા ચાલક ને ત્યાં જ ઉભું રહેવાનું કહી અને ચારેય ચાલ્યા સૌની આગળ હું હતો ચાલવામાં ટેકરાઓ રસ્તાઓ કુંડતા અમે જમજીર ધોધ ની મુખ્ય જગ્યાએ પહોંચ્યા ત્યાં લગભગ 40 ફૂટ જેટલી ઊંચાઈથી ધોધ પડે છે. મૂળભૂત આ શિંગોડા નદી નો પ્રવાહ જે અહીં ધોધનો આકાર લે છે આસપાસનો અમે ચાલ્યા તે બંને તરફ મોટી આ નદીના પ્રવાહનો માર્ગ . હાલ ચોમાસાને વિદ્યાને પણ ઘણો સમય થયો હોવા છતાં ધોધ ચાલુ હતો. પછી અમે ત્યાં ફોટોગ્રાફી કરી. જ્યારે સાથે આવી ધોધના મુખ્ય પ્રવાહની નજીક મોટા પથ્થર પર ગોઠવાય સેલ્ફી અને ગ્રુપ ફોટો અને પર્સનલ ફોટોગ્રાફ્સ લીધા. કોટક સાહેબ ધોધની સુંદરતા નિહાળી વાહ અને ધોધની સૌંદર્યતાના ઉદગાર રૂપે શબ્દો કહ્યા, અહીંયા તેમણે ધોધ ની નયન રમ્યતાના કેટલાક સારા વિડિઓઝ પણ લીધા. મોટા પથ્થર ચટ્ટી પરથી ઉપર ચડે નદીના ઉપર વટના પ્રવાહ તરફ જવા આગળ વધ્યા. આગળ વચ્ચે એક ઉંમર લાયક માસી કાકડી જામફળ સહિત ની વસ્તુઓ સુંડલો રાખી બેસી તૈયાર કરી વહેંચી રહ્યા હતા શ્રી પીજી પટેલ સર એ તેમની પાસે જબરૂ કાકડી વગેરે ખરીદવા ઊભા રહી ગયા. કહ્યું કહ્યું ચાલો આપણે લઈએ અને ખાઈએ. ઉપરના પ્રવાહમાં નદીનો વિશાળપટ આવે છે જ્યાં પાણીનો પ્રવાહ લાંબા પ્રવાહ રૂપે શાંતિથી વહે છે જ્યાં બંને બાજુ છૂટા છવાયા ઘણા લોકો હતા જે જમજીરના ધોધનું સૌંદર્ય નિહાળવા આવ્યા હતા તો થોડા લોકો હજી થોડું આગળની તરફ નદીમાં નહાવાનો આનંદ પણ માણી રહ્યા હતા. આ જગ્યા બપોર નો તડકો હોવા છતાં આહલાદક હતી. અમારી તો બધાની નહાવાની ખૂબ જ ઈચ્છા થઈ ગઈ હતી. પરંતુ સમય ! ઓહ હવે તો અમારી ટ્રેન પણ જામવાળા સ્ટેશન પર દેલવાડા થી આવવાનો સમય નજીક હતો.
અમે મુખ્ય ભૂલ એ કરી કે સવારે જામવાળા સ્ટેશન પર ઉતર્યા બાદ પહેલા અહીં આવવાની જરૂર હતી પરંતુ અમે પહેલા ગયા બથેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ અને પછી જમવા જેથી અમે જમજીરના ધોધ પર નાઈ શક્યા નહીં . કોઈપણ જ્યારે આ પ્રવાસ કરે છે ત્યારે જુનાગઢ થી દેલવાડા ટ્રેનમાં જામવાડા આ હેતુ માટે ફરવા આવનાર સૌ પહેલા જમજીરના ધોધ આવે છે જ્યાં ન્યાય જમે છે અને આનંદ માણે છે મારી ભૂલ એ કે અમે બીજી જગ્યાએ પહેલા ગયા વધુ આસપાસના સ્થળો જોવા માટે , કેમકે થોડો ઘણો બધામાંથી હું જ જાણકાર હતો . કંઈ વાંધો નહીં બીજી વખત હવે અમે ચાલતા પગે કાકડી જામફળ ખાતા અમારી જ્યાં રીક્ષા સ્ટેન્ડ થઈ હતી ત્યાં પહોંચવા આગળ ચાલ્યા બે 30 જેવો સમય થયો હતો અમો રિક્ષામાં ગોઠવાયા અમારો સ્થળોનો પ્રવાસ આમ પૂરો થયો ગણાય રીક્ષા મુખ્ય હાઇવે પર પહોંચતા જામવાડા રેલવે સ્ટેશન તરફ આગળ વધે મનમાં એક વિચાર અંકુરિત થયું કે અહીં આસપાસ કેટલા બધા પ્રવાસનના સ્થળો છે અહીંથી થોડે દૂર રુદ્રેશ્વર જાગીર સ્થાન દ્રોણેશ્વર જેવા શું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો તુલસીશ્યામ ગીરનો વન વિવિધ નેશ વગેરે અહીં આસપાસ આવેલા છે ફક્ત જામવાળા રેલવે સ્ટેશનની આસપાસ નું વિચારીએ તો જો આ સ્ટેશનને રેલવે વિભાગ દ્વારા કરી જીવંત કરી રિક્ષાવવામાં આવે સાથે સ્ટેશનની સામેની તરફ જમજીના ધોધ તરફ નો રસ્તો વિકસાવવાની સાથે જીવ ધોધ પર ટુરિઝમ એક્ટિવિટી વોટર સ્પોટ્સ કે અન્ય સંવલતો વિકસાવી શકાય તેમ છે વળી પવિત્ર યાત્રાધામ બોર્ડના માધ્યમથી સપ્તેશ્વર મહાદેવ ની જગ્યા નો વિકાસ શક્ય છે બથેશ્વર કેમ્પસાઇટ તો પહેલેથી જ વન વિભાગે નેચર કેમ્પ માટે ખૂબ સારી રીતે વિકસાવેલી છે આમ થવાથી અહીં એક નાની પણ વૈવિધ્યસભર એક નવી ટુરીઝમ સર્કિટ ડેવલપ થઈ આ વિસ્તારનો ગણો પ્રવાસનથી આજીવિકા લક્ષી વિકાસ થઈ શકે તેમ છે જ્યાં જુનાગઢ થી હેરિટેજ સફારી ટ્રેન મારફત જુનાગઢ દેલવાડા ટ્રેનમાં જામવાળા અને આ પ્રવાસ સ્થળો તો દીવ તરફથી એકદમ નજીક જામવાળા સ્ટેશન અને આ આસપાસના સ્થળો તરફ પ્રવાસીને મોટી સંખ્યામાં આકર્ષી શકાય તેમ છે એમ વોટરફોલ રિલિજિયસ એડવેન્ચર અને નેચર ટુરીઝમ નો અહીં સુંદર સમન્વય છે . તો અહીંનું કાઠીયાવાડી ખાનપાન અને પ્રખ્યાત થાબડી પેંડા તો પ્રખ્યાત છે જ. આ વિચારો સાથે જ રીક્ષા પહોંચી જામવાડા રેલવે સ્ટેશન . બે ચાલીસ જેવો સમય થયો હશે રીક્ષા ચાલક ભોપાભાઈ નો આભાર માની પહેલા સાહેબે તેને પૂરતું રીક્ષા ભાડું આપ્યું મને આપવા ન દીધું મેં પણ તેનો આભાર માને ફરી જ્યારે કોઈ આ પ્રવાસે આવશે ત્યારે તમારો સંપર્ક આવીશ તેવું જણાવ્યું .
જામવાળ સ્ટેશન થોડું ધોળા ઉપર ઊંચાઈ પર આસપાસ નજર ફેરવી ફરી રેલવે સ્ટેશનને અંદરથી નજીકથી નિહાળવાનો પ્રયત્ન કર્યો આ રેલવે સ્ટેશન ખૂબ જુના કદાચ અંગ્રેજો કે નવાબના સમય બાંધકામ જોવા મળે છે આ બાંધકામ ખાસી ઊંચાઈ વાળું છે ખૂબ જૂનું થઈ ગયેલું છે દીવાલો પર લખાણો લખાય ચૂક્યા છે મુખ્ય સ્પેસની બાજુમાં મોટો કક્ષ છે, બાજુમાં પણ ક્વાર્ટરનું બાંધકામ છે લોકલ જામવાળા ગામના એક નાની ઉંમરના યુવતી અહીં ટિકિટનું કામકાજ સંભાળે છે તેમની પાસેથી અમે જૂનાગઢની ચાર ટીકીટો ખરીદે ટ્રેન દિવસમાં બે વખત આવન જવાનું થાય છે ત્યારે અહીં કામ રહે છે તેમ તેઓએ જણાવ્યું તેમણે અમારી કંઇક વાતો સાંભળી અને કહ્યું કે તમને લોકોને આ વસ્તુની આવા સ્થળોની કિંમત હોય છે બાકી અહીંના લોકો તે વિશેની મહત્વતા આ હેરિટેજ સફારી ટ્રેન પ્રવાસન વિગેરે વિશે જાગૃત નથી ત્યાં અમે જામવાળા રેલવે સ્ટેશનના કેટલાક ફોટોગ્રાફ્સ લીધા સ્ટેશનમાં રાખેલા લોખંડના બેન્ચીસ પર કોટક સર અને પટેલ સર નિરાતે બેઠા થોડા થાક્યા હશે તેમના ફોટા પાડ્યા રાજેશ કોઈ જગ્યાએ આટા માંડી રહ્યો હતો હું સ્ટેશન થી થોડે જ દૂર એક ઝાડ નીચે પહોંચ્યો જેની પાછળ એક ઓરડી પણ હતી. મેં થોડી વાર એ જગ્યા પર થોડા તડકા છાયામાં એ ઝાડ નીચે જ સિમેન્ટના ઓટલા પર લંબાવ્યું ઉપર સૂતા સૂતા જ ઝાડ નિહાળ્યું અને આ રેલવે સ્ટેશનનો ભૂતકાળમાં કેટલું ભવ્ય હશે એ વિચાર સાથે આંખ વિચે થોડો થાક ઉતારવા આરામ કરવાનો પ્રયત્ન કર્યો .
જંગલોની વચ્ચેથી દૂરથી ટ્રેન આવતી હોવાનો અવાજ સંભળાયો સ્ટેશન પર ઉભેલા પેસેન્જર ચાલો ચાલો ચાલો ચાલો હાલો હાલો ના અવાજ સાથે સ્થાનિક પ્રવાસી પરિવારો અને છૂટક છુટક લોકો ટ્રેનમાં પ્રવાસ કરવા ચઢ્યા અમે બધા પણ ચાર ડબા વાળી આ નાની ટ્રેન જે દેલવાડા થી આવી હતી અને અમને જુનાગઢ અમારા ગંતવ્ય સ્થાન પર જતી હતી હેરિટેજ સફારી ટ્રેનના એક ડબ્બામાં એથી ચડી બેસવા માટે જગ્યા શોધવા લાગ્યા અગાઉથી ટ્રેનમાં થોડા પ્રવાસીઓ હતા એક બે એમ કેનના ડબ્બાઓ આગળ ચાલતા પૂરા થયા જેમાં પ્રવાસીઓમાં સ્થાનિક પરિવારો સાધુ અને લોકલ કામકાજ કરતા એક ગામથી બીજા ગામ જતા પ્રવાસીઓ હતા ત્રીજા ડબ્બામાં અમને કોઈ જગ્યાએ જગ્યા મળી હું પાછળ હતો નીચેના બેચ પર બંને તરફ કોટક સર પટેલ સર અને રાજેશ ગોઠવાયા મેં સીધું સ્થાન ઉપરના રેન પર લીધું તેના પર ચડ્યો કેમકે મને સુવાનો વિચાર હતો ખોટેખસરે તરત હસીને કહ્યું સુઈ જવું છે મેં હસીને કહ્યું હા એટલે જ ! એક સ્થાનિક મહિલા પ્રવાસી તેના બે બાળકો સાથે નીચેની બેચમાં અમારા ગ્રુપ સાથે ગોઠવાયેલા હતા. અમને બધાને પણ હવે થોડો થાક જણાવતો હતો પણ ખરો પ્રવાસ તો ટ્રેનમાં સ્થાનિક મુસાફરોને જાણવાનો તેમની સાથે સંવાદ કરવાનો તેમના રીતરિવાજો પ્રવાસ તેમની ભાષા જાણવાનો હોય છે આ મહિલા ખૂબ જ ખુશ જણાતા હતા અને તેના બાળકો તો અત્યંત ખુશાલ હતા મહિલાનો ઉંચો પહોળો બાંધો ધરાવતા હતા ચહેરા પરના મનોભાવ સહજ સ્વીચતાના ગુણો ધરાવતા જણાતા હતા આ મહિલા સાથે કોટકસરે સમાજ સાધ્યો તેઓ ક્યાંથી છે ક્યાં પ્રવાસ કરી રહ્યા છે તેમનો પહેરવેશ ભાષા અને પારિવારિક પરિબળો ભૌગોલિક પરિસ્થિતિ વ્યવસાય વિગત વિગેરે હું ઉપરના બેચ પર લંબાવીને ખુલ્લી આંખે આ સંવાદ નિહાળી રહ્યો હતો કોઈક અનેરી ખુશી હતી એમના ચહેરા પર ઉપરના બેચ પર ટ્રેનમાં કોઈક જાણી અજાણી કોઈ દુર્ગંધ પણ અનુભવી રહ્યો હતો પણ ઓળખી નહોતો શકતો કે આ કઈ વસ્તુ ની સ્મેલ આવે છે મેં થોડી વાર સુવાનો પ્રયત્ન પણ કર્યો પણ ઊંઘ ન આવે ફરી પાછા વાતો એ ચડ્યા એ બહેન વેકેશન અર્થે તેમના માતૃ પિતૃ ગૃહે નજીકના ગામમાં તેમના બાળકોને લઈ જઈ રહ્યા હતા તેનો તેમને આનંદ હતો તેમનો અને બાળકોનો ઘણો સામાન પણ સાથે હતો તેઓએ જણાવ્યું કે તેમના પતિ તેમને સ્ટેશન પર છોડવા આવ્યા હતા અને પછી કામ ધંધે ચાલ્યા ગયા તેઓ ખારવા કે કોઈ સ્થાનિક મુસ્લિમ સમુદાયમાંથી આવતા હોય તેવું જણાવ્યું તેમનો પતિ કોઈ બંદર પર કોઈ બંદર પર કામ કરે છે તેવું જણાવ્યું અને કહ્યું કે બાળકોને લઈ બાળકો સાથે બાળકોના મામા ઘરે જઈ રહ્યા છે તેમને તેઓનો પરિવાર સ્થાનિક વ્યવસાય અને બાળકોની સ્થાનિક લઈજા સાથે તળપદી ભાષામાં વાતો જણાવી કોટક સારે પૂછ્યું કે તેઓ સાથે શું લઈ જઈ રહ્યા છે તો તેમને ખુશીથી જણાવ્યું કે તેઓ સાથે ખાસ માછલી લઈ જઈ રહ્યા છે તેના પરથી ખ્યાલ આવ્યો કે ટ્રેનમાં રાખેલી આ બેગમાં શું છે અને શેની એ સ્મેલ હતી હવે મને સમજાયું ઓકે . તેઓ ખુશીથી તેમના માવતર ઘરે પરિવાર અને બાળકો માટે કોઈ પ્રકારની માછલી ભોજન માટે લઈ જઈ રહ્યા હતા આ મહિલાની વાતોમાં સંઘર્ષ સાહસ પરિપક્વતા અને કંઈક આગળ વધવાની ભાવના વાતો અને ચહેરા પર નિર્ભયતા હું વાંચી રહ્યો હતો. કોટક સ્તરે આ માછલી કયા પ્રકારની છે અમારે જોઈએ તો તેમ મજાકમાં કહ્યું તો તે નિર્ભય મહિલાએ તરત જ પોઝિટિવ કહ્યું કે તમારે જોઈએ તો તમે ખાસ લઈ જ જાઓ આ માછલી લઈ જ જાઓ હું તમને આપું અને બધા ખૂબ હસ્યા. તેઓના શાસક પક્ષ ગામ અને પિયર વતન વચ્ચે લગભગ 30 કિ.મી જેટલું જ અંતર તેઓ પાણી કોઠા પ્રાચી આવતા ઉતરવા માટે બાળકો અને બેગ સાથે તૈયાર થયા તેઓએ અને અમે અરસપરસ સંવાદ બદલ ખુશી વ્યક્ત કરે આવજો નું બાળકો અને બહેને હસ્તધન કરી તેઓ ખુશી ખુશી પ્રાણીકોઠા રેલવે સ્ટેશન ઉતરવા રવાના થયા તેમના જીવનની સહજતાની અમે સૌએ સુખદ ચર્ચા કરે વાહ ભાતીગળ લોકજીવન વ્યવહારો અને સ્થાનિક સંસ્કૃતિ રીત રિવાજો વ્યવહારો કેટલા સહજ સબળ અને સમૃદ્ધિ ભર્યા, આવા અનેક અનુભવ સ્થાનિક ટ્રેન ના પ્રવાસમાં પ્રવાસીઓ દ્વારા સંવાદ થી લોકજીવન સ્થાનિક વ્યવહારો રીતરિવાજો રહેણીકરણી થી પરિચિત થઈ તેમના અનુભવો અનુભવવા મળે છે.
ટ્રેન ધીમે ધીમે એક પછી એક રેલવે સ્ટેશન સ્થાનિક પ્રવાસીઓને અવરજવર કરે આગળ વધી રહી હતી.કોટક સરે પણ થોડીવાર બેઠા બેઠા ઊંઘ લેવાનો પ્રયત્ન કર્યો પટેલ સર અને રાજેશ પોતાના મોબાઇલમાં કંઈક કરી રહ્યા હતા મેં રાજેશ ને પ્રવાસ ના ફોટા રાખવા અને કોટક સર પાસેથી પણ મેળવી લેવા કહ્યું જે બ્લુટુથ થી અને વોટ્સએપ થી તેણે મેળવ્યા.
આ લોકલ ટ્રેનના સફળનો તમને ચિંતન કરવાનો વિચાર કરવાનો જીવનના લેખાજોખા કરવાનો મનોસ્થિતિનો અભ્યાસ કરવાનો પણ પૂરતો સમય મળે છે
આ વખતે વળતી સફરમાં અમે થોડી થોડી વારે ટ્રેનના દરવાજા પાસે ઊભા રહેવા કે દરેક સ્ટેશને ઉતરવા ન ગયા કેમકે બધા થાકેલા હતા.ચારેય જમજીરના ધોધ પાસેથી પટેલ સરે લીધેલા જમરૂખ પાછા બાકી હતા તે પૂરા કર્યા સાસણ રેલવે સ્ટેશન ખાતે અમે ઉતર્યા ત્યાં વખતે ટ્રેન થોડો વધુ સમય ઊભી રહી જ્યાં મેં અને રાજેશ છે વ્યક્તિગત ખૂબ સુંદર ફોટોગ્રાફ્સ લીધા સાસણ થી ટ્રેન આગળ નીકળી હવે અમે બધા નીચેના બેન્ચીસમાં બોગીમાં સાથે બેઠા હતા એક રમુજ ભર્યો મજાનો કિસ્સો એવો બન્યો કે હસી હસીને યાદગાર રહી જાય એવો બન્યો એવું કે ટ્રેનના કોઈ એક સ્ટેશન પરથી એક ફેરિયો કેન્ડી વેચવા આવ્યો જેને સૌરાષ્ટ્રમાં ગુલ્ફી પણ કહેવામાં આવે છે તે વેચવા આવ્યો કે ખાઓ ઠંડી ઠંડી ગુલ્ફી ઠંડી ઠંડી ઈલાયચી કેન્ડી પટેલ સાહેબે બધાની સામે જોઈને કહી પૂછ્યું ખાઈશું ને કેન્ડી અમે બધાએ વારાફરતી હા ભણે પટેલ સાહેબ પહેલા ફેરીયા ને પૂછે ભઈ કઈ કઈ છે કેન્ડી તેને બે ફ્લેવર કહ્યા એલચી અને મેંગો પટેલ સાહેબે કહ્યું સારું ચલો અહીં અમને ચાર કેન્ડી આપી દો બધાને અને તેને દસ કે વીસ રૂપિયાના પ્રમાણે જે પૈસા થતા હતા તે આલી દીધા . કેન્ડી પેરોટ ગ્રીન કલરના પ્લાસ્ટિક રેપરમાં હતી અને એ રેપર હટાવી કેન્ડી ખાવાની શરૂ કરી લગભગ અડધી કે પોણી જેટલી કેન્ડી ખાધી હશે ત્યાં પટેલ સાહેબે કોટેક સાહેબને પૂછ્યું. કેવી લાગી કેન્ડી? કેવો ટેસ્ટ છે કોટક સાહેબે કહ્યું કે ચાલો ટેસ્ટ ઓળખાતો નથી ટેસ્ટ શું છે એ જ ખબર પડતી નથી હજી થોડી ખાઈને જણાવો હા હા હા હા ખાલી ઠંડુ લાગ્યું રાજેશ એ કહ્યું બહુ કરી સાહેબ અને અમે એસી પડ્યા કે કયો સ્વાદ છે આ ખેતીમાં એ જ અમને ખબર ના પડી અને ખડખડાટ હસ્યા લી ખબર જ નથી પડતી નો કયો ટેસ્ટ છે લોકલ કેન્ડી હતી ઉપર ખાલી અંગ્રેજી ફ્લેવરનું રેપર રાખેલ હતું આખી કેન્ડી પૂરી થઈ પણ સ્વાદ કયો છે તેને ખબર જ ન પડે કોઈ સ્વાદ જ ખબર પડતો નથી સાલો ટેસ્ટ જ ખબર નથી પડતો. આમ હશે અમે વાતો ચલાવતા હતા કચરાનો રેપર મેં બેગમાં રાખ્યા કેમકે સ્વચ્છતા જાળવવાની હતી.
ક્રિકબેજ પર સ્કોર માટે પટેલ સર અને કોટક સર મોબાઈલમાં જોઈ રહ્યા હતા. કોટક સાહેબને હવે ટ્રેનના સફરનો ખાસ્સો થાક જણાવતો હતો કારણ કે રીટન જર્ની લાંબી લગભગ પાંચ કલાકથી વધુ થાય છે સવારે તો મજા આવી હતી પટેલ સાહેબે કોટક સાહેબને કહ્યું બધાને ફોન કરી ઇંગ્લિશમાં કહેતા હતા વાવ અમેઝિંગ વી આર ટ્રાવેલિંગ હેરિટેજ ટ્રેન વી આર એન્જોય િંગ અને હવે કોટક સાહેબે કહ્યું આમાં મારો પુત્ર તો સફર જ ન કરી શકે તેને સુપર ક્લાસ સિવાય પ્લેનમાં ટ્રેનમાં આજ સુધી મુસાફરી જ કરી નથી પછી અમે ચર્ચા કરી કે આમાં વન વે સફર કરવી જોઈએ જવામાં આ ટ્રેનનો અને રિટર્ન ફરતા ફરી પછી કારમાં કેમકે પટેલ સર અને કોટક સરના અનુભવ મુજબ આ રિટર્ન ટ્રેનમાં સફર કરવાથી બહુ થાક લાગ્યો એવો બંનેનો અભિપ્રાય હતો પરંતુ મને તો થાક જણાવતો ન હતો કેમકે પ્રવાસમાં એડવેન્ચર સગલની પણ મજા છે હું વચ્ચે ટ્રેનના દરવાજા પાસે ઉભી બપોરના સમયનું જંગલનું વાતાવરણ હવા ત્યાં ઉભો રહી વચ્ચે વચ્ચે અનુભવી રહ્યો હતો કેટલું અદભુત પ્રકૃતિ અને પ્રકૃતિ સૌંદર્ય તેના સર્વે શ્રેષ્ઠ તત્વો આકાશ હવા પાણી વૃક્ષો પક્ષીઓ અને તેનો શાંત મનમોહક કલર વાહ અદભુત અતુલ્ય ..
આગળ આવવાના હતું કાશીય નેસ સ્ટેશન , વચ્ચે જાંબુર સ્ટેશન તો અગાઉ ગયું ધીમે ધીમે આગળ સંધ્યા થવાનું પણ વાતાવરણ બની રહ્યું હતું શાસન અને વિસાવદર ની વચ્ચે કાશિયાનેશ નામનું રેલવે સ્ટેશન આવે છે આસપાસ જંગલ વિસ્તાર જ ટ્રેન માહિતી ક્યારેક ન જોયેલા પક્ષી પણ મેં નિહાળ્યા એ જોઈ આહલાદક અનુભવ અનુભવ્યો અચરજ પામ્યો ગીરના પર્વતની ટેકરીઓ ટેકરીઓ વાળું વન એટલે એટલે ગીર ગીરનું નામ ઘણી ગિરિમાળાઓ હોવાથી જ કદાચ તેનું નામ ગીર પડ્યું હશે જેનો અદભુત નજારો ખાસ કરીને ચોમાસામાં આ હેરિટેજ સફારી ટ્રેનમાં સફર કરવાથી જોવા મળે છે.
કાશિયાનેશ રેલવે સ્ટેશન આવી ગયું .
આ સ્ટેશન પરથી એક સાથે અનેક લોકોનું બે કે ત્રણ ગ્રુપ મોટી સંખ્યામાં ટ્રેનમાં ચડ્યા તેમાં મોટાભાગે મહિલાઓ હતી તેવો આમતેમ ડબ્બામાં ફરે બેસવા માટે જ જગ્યા શોધવા લાગ્યા હતા , અંધારું પણ થઈ ચૂક્યું હતું જુદી જુદી ઉંમર મર્યાદાની બહેનો હતી તેઓ એકબીજાને મોટા અવાજથી એકબીજાને બેસાડવા માટે જગ્યા શોધવા માટે જગ્યા આપવા માટે આગ્રહ કરી રહ્યા હતા તેઓનામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો થોડો સમય પછી બધું થાડે પડતાં તેઓ ગોઠવાયા કેટલાક લોકો અમારી બોગીમાં પણ બેઠા આ લોકો એક સાથે આટલા બધા ક્યાં ગયા હશે? ક્યાં જવાના છે એવું અમે વિચારતા હતા તેઓ સૌ નવા વસ્ત્રોમાં સજા હતા પારંપરિક સાડીઓ પહેરી હતી માથા પર ઘૂંઘટ ટેકવેલું હતું તેઓ અરસપરસ સાસુ વહુ દેરાણી જેઠાણી વગેરે સાથે હોય તેવું જણાયું. અમે તેમની સાથે વાત માંડી તેઓ બગસરા થી વિસાવદર અને ત્યાંથી અહીં કાશી અને ટ્રેનમાં સવારે આવ્યા હતા. કાશી અને સ્ટેશનથી થોડે દૂર ખોડિયાર માતાજીનું એક મંદિર આવેલ છે ગુફા કે ઘુના પાસે જ્યાં તેઓ લાપસીના આંધણ બનાવે ધરવા માટે નિયમિત વળશે અહીં આવતા હોય છે આવતા હોય છે તેમનું કહેવું હતું કે અમારા સસરા કાશિયાને રેલવે સ્ટેશન પર ઘણો સમય નોકરી કરી એટલે અમે અહીં આવી ત્યાંથી નિયમિત ખોડીયાર મંદિરે જઈએ છીએ એ અમારા કુળદેવી છે અમે બધા દિવસ આખો ત્યાં રહે ભોજન બનાવી અને લાપસીનું આંધણ માતાજીને ધરે પછી ભોજન સાથે કરીએ છીએ તેઓ બધા સવારથી કાશી અને રેલવેમાં જ આવી ત્યાં કાસીયા નેસ થી ભોજન બનાવવાનો સામાન સાથે લાવેલ ના વાસણો ત્યાં જ હોય છે એવું તેમણે જણાવ્યું આ ધાર્મિક કાર્ય કરે તેઓ ખૂબ ખુશ ખુશાલ હતા તેઓએ આખા દિવસને ચર્ચાઓ ખૂબ આનંદથી કરી રહ્યા હતા તેઓમાં ખૂબ જ શ્રદ્ધા ભક્તિ પારિવારિક ભાવ તેમનામાં જોવા મળતો હતો તેઓની તળપદી શૈલી લઈ ભાષા સાથેની વાતો અમને ખૂબ જ સારી લાગી રહી હતી સંધ્યા પૂર્ણપણે ખીલી ચૂકી હતી. મંદ મંદ ગુલાબી સંધ્યા ફેલાઈ હતી હું ફરી થોડીવાર ટ્રેનમાં દરવાજે સંધ્યા નું પ્રકૃતિ સૌંદર્ય નિહાળવા પહોંચ્યો કેટલું શું મધુર આથમતા સૂર્યનું વાતાવરણમાં આહલાદક અસર અને સૌંદર્ય આ હ મારું મન પણ આ સૌંદર્યને માલિન થઈ પ્રકૃતિના અને સોના ચિંતનમાં એકલીન બની પરોવાયુ પ્રકૃતિ આપણને બધું જ આપે છે આપણે પણ નિર્મળ બની આપનાર બની સ્વ વિકાસના વિચારોએ સારા કાર્યના વિચારોએ મારી આંખ મધ્યેથી બુંદ પણ નીકળી સહજ રીતે બહાર આવી જાત પ્રત્યે ભાવ થયો સુંદર આ જીવનનો અહેસાસ થયો. કંઈક સારું કાર્ય કરવા ભવિષ્યના દ્રઢ નિર્ધાર થયો ફરી પ્રકૃતિમય બની પ્રકૃતિને નિહાળીએ સંધ્યા એ પણ પ્રકૃતિમાં સૌંદર્ય રેલી હતી ખેતરના છોડ શેઢા પારાની મોટી મોટી જાળી વૃક્ષો કિલોલ કરી લહેરાઈ રહ્યા હતા પક્ષીઓ મોટા વૃક્ષો અને મોટી જાળીની નિશ્રામાં જવા કિલ્લોલ કરી રહ્યા હતા. કોટક સર હવે ઘણું થાક્યા હતા અને કંટાળ્યા હતા પટેલ સાથે તેમને ચંપી કસરત કરી થોડા એક્સરસાઇઝ કરાવી મન પ્રફુલિત કરવા પ્રયત્ન કર્યો પોતે પણ થાક્યા હશે છતાં પણ. વિસાવદર રેલવે સ્ટેશન હવે ઘણું દૂર ન હતું હવે આવવામાં જ હતું. સાત વાગ્યા જેટલો સમય પણ થઈ ગયો હતો એક સાથે ગ્રુપમાં આવેલા બહેનો સામાન સંકોરે એકબીજા વિસાવદર થી બગસરા કઈ રીતે જઈશું? પોતાના વતન કઈ રીતે જઈશું બસ મળી જશે કે વાહન કરશો કોણ કઈ રીતે જશે તે ચર્ચા કરતા હતા. .વિસાવદર ટ્રેન 20 મિનિટ જેટલો સમય રોકાવાની હતી.
આવતા જ ટ્રેન વાસીઓ બદલે છે એક ટ્રેન અમરેલી તરફથી આવે છે જે બંને ટ્રેમોમાં જુનાગઢ અમરેલી થી આવનાર અને જનાર બીજી ટ્રેનમાં બેસી પ્રવાસીઓની સગવડતા માટે અહીં આ ટ્રેનનો મિલાપ થાય છે આ પૂરું થાય પછી ટ્રેન ઉપડે છે અંધારું ગંગોળ થઈ ગયું હતું ટ્રેન મુખ્ય સ્ટેશનથી થોડી આગળ ઊભી હતી. અમારો ડબ્બો પણ આગળના ભાગે હતું. હું અને રાજેશ સ્ટેશન પર ઉતરવા આગળ ચાલ્યા કેમકે અમારે પાણીની બોટલ લેવાની હતી અને ફ્રેશ પણ થવાનું હતું. પટેલ સર અને કોટક સર ટ્રેનમાં જ રહ્યા સ્ટેશન પર વોશરૂમ પર ફ્રેશ થઇ મોસ્ટ ઓફ કરી સ્ટેશનની બાજુમાં દુકાન પાસે ઉભા રહ્યો સ્ટેશન ઓફિસ ની આગળના ભાગે રેલવેના કર્મચારી સિગ્નલ અને કોઈ બીજું તાંત્રિક કાર્ય કરતો હોય છે રાજેશ સામેથી આવ્યો ઘણા લોકો આ વ્યક્તિને ટ્રેન નો સમય આવન જાવન અને ક્યારે ઉપડશે પૂછતા હોય છે એવી જ સ્વાભાવિક રીતે રાજ્ય છે પણ તે વ્યક્તિને ટ્રેન કેટલા વાગે ઉપડશે તે પૂછ્યું અને અચાનક જ એ વ્યક્તિ ગુસ્સે થયો રાજેશ પર શું છે ત્રણ ત્રણ વખત પૂછે જ ત્યારે ઉપડશે ક્યારે ઉપડશે કેમ કે રાજ્ય છે તેને કદાચ સવારે પણ પૂછ્યું હતું. હું પણ અવાચક રહી ગયો રાજેશ પણ તેને સાથે બોલવા જઈ રહ્યો હતો. મેં રાજેશ ને પાસે બોલાવ્યું. કયું ઝઘડો ન કરવો એ થોડીવાર પહેલા જ પેલી છોકરીઓને વ્યવસ્થિત જવાબ આપી રહ્યો હતો રાજેશ પણ તેની પાસે જઈ કહ્યું ભાઈ મેં તમને પહેલીવાર જ પૂછ્યું છે પહેલી છોકરીઓને તો વ્યવસ્થિત જવાબ આપ્યો છે તે ફરી બબડીયો રાજેશે કહ્યું હું સ્ટેશન ઓફિસમાં ફરિયાદ કરીશ તેણે કહ્યું હા કરો હાલ હું સાથે આવું ને રાજેશ ને રોકીઓ કે ઝઘડો કરી સમય નથી બગાડવો રાજેશે કહ્યું પણ મેં પહેલીવાર જ પૂછ્યું છે અને એકવાર સવારે પૂછ્યું હતું તેને મગજમાં કેસેટ ચડી ગઈ કે મેં અત્યારે ત્રણ ત્રણ વાર પૂછ્યું છે અને જોર જોરથી બધા સામે બોલવા લાગ્યો અમે શાંત રહ્યા મને હસવું પણ આવી રહ્યું હતું ગજબ છે આ વ્યક્તિ અમે સ્ટેશન પાસેથી પાણીની બોટલ ખરીદી અને ફરી ટ્રેનમાં અમારા ડબ્બામાં આવ્યા. સર એ કયું સારું થયું પાણી લાવ્યા.
વિસાવદર પછી બિલખા નવાગામ સ્ટેશનો આવે છે , જ્યાં સ્થાનિક વ્યવસાયીક અવર જવર પેસેન્જરોની હોય છે. ખેતરો , નાના મોટા ગામડાંઓની લાઈટો મકાનો ટ્રેન માંથી દેખાઈ રહી હતી, બધા હવે અમે શાંત હતા. જૂનાગઢ નજીકના ગામડાં ઓ આવી પસાર થઈ રહ્યા હતા. જૂનાગઢની હદમાં ટ્રેન પહોંચતાં એ બહાઉદ્દીન કોલેજ દૂરથી દેખાય છે, અને આ હેરિટેજ બહાઉદ્દીન કોલેજના બિલ્ડીંગ પાસેથી જ ટ્રેન પસાર થાય છે જેમા હવે તો રાત્રીના ૩ડી લાઈટિંગ પણ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. મેં આ કોલેજ અને તેના અદ્ભુત બાંધકામ વિશે કોટક સર ને થોડા અવગત કર્યા. ભૂતનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા ફાટક , અને જૂનાગઢ શહેરના વચ્ચેથી પસાર થતા આ મારા શહેરનો ટ્રેન માંથી પહેલી વખત જોયો નિહાળ્યો.
અને જોષીપરા પાસે આવેલ જૂનાગઢ ના મુખ્ય રેલ્વે સ્ટેશન પર ફરીવાર સવારે ૦૭:૨૦ એ શરૂ થયેલી અમારી આ હેરિટેજ સફારી ટ્રેનની સફર રાત્રીના ૦૮:૨૦કલાકે, ૧૪ કલાક જેટલાં સમયે મૂળ અમારા ગંતવ્ય સ્થાને પહોંચ્યા. અમે અને રાજેશ સવારે એકટીવા પર આવેલાં તે સ્ટેશન ની પાછળ ના ભાગે સામે તરફ પાર્ક કરેલ . બંને સરને લેવાં માટે ડ્રાઈવર ગાડી સાથે રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. ટ્રેન માંથી ઊતરી કોટક સાહેબને તેમનાં થાબડી પેંડાનું પેકેટ આપી અને સૌ એ સૌની વસ્તુઓને અલગ કરી પોતાની પાસે સંભાળી લીધી. આભાર આનંદ ભાવ સહ સંવાદ , બંને સર સાથે કરી ફરી મળવાના આવજો ના કોલ સાથે અમો છૂટા પડ્યા. અમારા બંનેના ઘરેથી ફોન પણ આવી ગયો હતો કે ક્યારે ઘરે આવશો. અમારું એકટીવા ત્યાં સામે પોલીસ સ્ટેશન પાસેની જગ્યાએ પાર્ક કરેલ હતું. રાજેશે હસતાં ચિંતા વ્યક્ત કરી કે વાહન સલામત હશે કે કેમ ? એ વાત કરતા હસતાં હસતાં અમે ત્યાં પહોંચી એકટીવા ત્યાંજ હતી જે લઈ ઘરે જવા રવાના થયાં.
.................આમ અચાનક અચરજ ની માફક વહેલી સવારથી આ રાત્રી સુધીનો એક દિવસનો આ અદ્ભુત સુંદર અવિસ્મરણીય એવો જૂનાગઢ થી જામવાળા હેરિટેજ સફારી ટ્રેન પ્રવાસનો સુંદર સ્મૃતિ સંગ્રહ હદયમાં સંકોરી આ યાદગાર દિવસ અને પ્રવાસ પૂર્ણ થયો.
જય જય જય પ્રવાસ પ્રકૃતિ..!
માણ્યું એટલું જાણ્યું !!
ડેડ બોલ : રાજેશભાઈ વહીવટી અધિકારી પસંદગી પામેલ તેવો પણ અમારી સાથે જંગલ સફારીમાં જોડાયેલ જે અમો માટે ગૌરવની ક્ષણ હતી . ( આ લાઇન રાજેશભાઈએ આ બ્લોગમાં લખાવી છે. )
टिप्पणियाँ
एक टिप्पणी भेजें