વિપશ્યના
પ્રાચીન ભારત માં આ વિદ્યા ઘણી પ્રચલિત હતી , 2500 વર્ષ પૂર્વના ભારતમાં ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ વિદ્યા પ્રતિપાદિત કરવામાં આવેલ . ત્યારબાદના અમુક સદીઓ બાદ ભારતમાંથી આ સાધના વિલુપ્ત થયેલ . નજીકના બ્રહ્મદેશ એટલેકે બર્મામાં આ વિદ્યા ગુરુશિસ્ય પરમ્પરાથી જળવાઈ સચવાઈ રહી . મૂળ ભારતીય પરિવારના બર્મામાં જન્મેલા આચાર્ય સત્યનારાયણ ગોયન્કાજી એ ગુરુજી સયાજી ઉબા ખીન પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી. દરેકે જીવનમાં બની શકે તેટલું વહેલું સમય કાઢી આ દસ દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર અવસ્ય પોતાના માટે અને આસપાસના સારા વાતાવરણ માટે જીવન જીવવાની પદ્ધતિ માટે વહેલાંમાં વહેલી તકે અચુક જીવનમાં આ સાધના પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ . કે જેના અનેક પોતાના માટે જ ફાયદાઓ છે. ગુજરાતમાં વિપશ્યનાના 06 તપોભૂમિ એવા ધ્યાન કેન્દ્રો આવેલા છે . 1. ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - બાડા ગામ માંડવી કચ્છ , 2. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર - રંગપર રાજકોટ 3. ધમ્મપાલી ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - ટોડી ગામ પાલીતાણા- સોનગઢ હાઇવે , ધમ્મઅંબિકા વિપશ્યના કેન્દ્ર- નવસારી , ધમ્મદિવાકર વિપશ્યના કેન્દ્ર - મહેસાણા , ધમ્મપીઠ વિપશ્યના કેન્દ્ર - ધોળકા અમદાવાદ , અને આકાર લઇ રહેલ ધમ્મજૂનાગઢ વિપશ્યના કેન્દ્ર - પાટલા જૂનાગઢ . ભારતમાં 100 જેટલા એમ ભારતના દરેક રાજ્યોમાં વિપશ્યના કેન્દ્રો આવેલ છે. અને વિશ્વના વિવિધ દેશોમાં આ કેન્દ્રો આવેલા છે . ભારતમાં ધમ્મગીરી વિપશ્યના કેન્દ્ર અને વિપશ્યના રિસેર્ચ સેન્ટર ઈગતપુરી નાસિક પાસે મહારાષ્ટ્રમાં આવેલ છે . વિપશ્યના ધ્યાનના બધા કેન્દ્રો એક સરખી પદ્ધતિથી ચાલે છે . અને વર્ષ દરમ્યાન 10 દિવસીય અને અને જુના સાધકો માટે લૉંગ કોર્ષ ની શિબિરો આયોજિત થતી હોય છે . આ શિબિરો તદ્દન નિઃશુલ્ક હોય છે . શિબિરાર્થી 10 દિવસ ની શિબિર પૂર્ણ થયે સ્વૈચ્છીક દાન આપવું હોય તો આપી શકે છે . આ તમામ કેન્દ્રો અને શિબિરો જુના સાધકો ના દાન થી કાર્યરત હોય છે . અન્ય કોઈનું પણ દાન સ્વીકારવામાં આવતું નથી .દાન આપવા માટે પણ ઓછામાં ઓછી એક 10 દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર કરેલ હોવી જરૂરી છે . ગુજરાત ભારત સહીત વિશ્વમાં આવેલ વિપશ્યના ધ્યાન કેન્દ્રોની દરેક ની વેબસાઇટ હોય છે . જેમાં વર્ષ દરમ્યાનની શિબિર તારીખો પહેલેથી દર્શાવવામાં આવેલ હોય છે જેના પરથી 10 દિવસીય શિબિરો માટે ઓનલાઈન રજિસ્ટ્રેસશન કરી શકાય છે . વેબસાઇટ પર કેન્દ્રની માહિતી , ફોટોગ્રાફ્સ અને શિબિરના નિયમો આચારસંહિતા સહિતની માહિતી કોર્ષ ની માહિતી વિગેરે આપવામાં આવેલ હોય છે . દરેક કેન્દ્રોમાં શુદ્ધતા સાત્વિક શાકાહારી ભોજન આપવામાં આવે છે . પ્રાચીન ભારત માં આ વિદ્યા ઘણી પ્રચલિત હતી , 2500 વર્ષ પૂર્વના ભારતમાં ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ વિદ્યા પ્રતિપાદિત કરવામાં આવેલ . ત્યારબાદના અમુક સદીઓ બાદ ભારતમાંથી આ સાધના વિલુપ્ત થયેલ . નજીકના બ્રહ્મદેશ એટલેકે બર્મામાં આ વિદ્યા ગુરુશિસ્ય પરમ્પરાથી જળવાઈ સચવાઈ રહી . મૂળ ભારતીય પરિવારના બર્મામાં જન્મેલા આચાર્ય સત્યનારાયણ ગોયન્કાજી એ ગુરુજી સયાજી ઉબા ખીન પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ભારત માં તેઓએ જીપ્સી કોર્સ શિબિરો અને કેન્દ્રો દ્વારા પુનઃ શીખવવામાં આવી રહી છે . કોઈપણ સંપ્રદાય કે વિવિધ ધર્મો મુક્ત આ ધ્યાન પદ્ધતિનો અભ્યાસ કોઈપણ કરી શકે છે . જેના દ્વારા મુળધર્મ એટલેકે ચિત ને શુદ્ધ રાખવું વિવિધ વિકારો જેમકે રાગ , દ્વેષ , ઈર્ષા ,અહંકાર , ક્રોધ , લોભ થી મન ને અનુભૂતિ દ્વારા પરિશ્રમ થી જાગૃતતા થી શુદ્ધ રાખવું તેને મેલું ન કરવું તે ફક્ત વાંચન કે ચિંતન મનનના સ્ટાર પર નહિ પરંતુ અનુભૂતિના સ્ટાર પર તેના પર પ્રક્રિયા સ્વયં મધ્યમમાર્ગીય આ માર્ગ પર સીલ સમાધિ અને પ્રજ્ઞાના આધાર પર તેનો અભ્યાસ કરવામાં આવે છે . વિશ્વ ના અનેક લાખો હજારો લોકોએ આ સાધનાથી લાભ ઉઠાવ્યો છે અને પોતાનું મંગલ સાધ્યું છે . અને અનિત્યના બોધ પર અભ્યાસ કરતા કરતા નિર્વાણ સુધી પહોંચવા આગળ વધે છે . આ સમગ્ર ધ્યાન શરીર સ્કંધ મનની અનુભૂતિનું સ્વંય અભ્યાસ દ્વારા કરવાનું ધ્યાન છે . કોઈ ચમત્કાર કોઈ કહેતોતો કહેતીતી માની લેવાનું નહિ અભ્યાસ કરતા કરતા અનુભૂતિનું જ્ઞાન રહેલું છે . કોઈપણ પ્રકારના આડંબર વગર કોઈ કર્મકાંડ નહિ માત્ર સ્વયંના અભ્યાસ દ્વારા પોતાને જાણવાનો અભ્યાસ કરવાનો હોય છે .
|
टिप्पणियाँ
एक टिप्पणी भेजें