આ છે જૂનાગઢ અદભુત છે આ જૂનાગઢ! દિશા દિશાએ દ્વાર અહીં શોર નહીં કલશોર રહે જૂનાગઢ મહીં. ગિરનાર ઉંચેરો પર્વતને મોતીબાગ બગીચો નરસિંહ મહેતા કેરું કીર્તનને વનરાજ કેરું ગર્જન. સંતુષ્ટ રહે સૌ જૂનાગઢી, છે તપોભૂમિ આ સંત તણી . વન , વનરાઈ , વનરાજને, વન્યજીવ, પાણીનું પુષ્કળ પ્રમાણ અહીં. છે હિન્દૂ - મુસ્લિમ - બૌદ્ધ - જૈન તીર્થો ને નવાબી સ્થાપત્યો અહીં .
શિક્ષણ , આરોગ્યનું કેન્દ્ર છે , વ્યાપાર મધ્યમ અહીં . સંતુષ્ટ રહે છે સૌ જૂનાગઢી નોકરિયાતને મધ્યમ વર્ગ ને વ્યાપાર અહીં. શિક્ષણ - આરોગ્યના ધામ વિશેષ ઉદ્યોગો બહુજ જુજ અહીં ! લાલઢોરી ને લાલબાગ ગઢ ઉપરકોટ અહીં.
સુદર્શન તળાવ , પરીતળાવ , કુંડ દામોદરજી અહીં . આશ્રમો , અખાડાઓ અનેક જૂનાગઢ મહીં.
શિવરાત્રી મોટો મેળો ને , ગિરનાર પરિક્રમા પગદંડી અહીં ..
લેખ શીલા અશોકની , મકબરો મહોબતનો અહીં. પ્રકૃતિના સો સો આશીર્વાદ અહીં.
દ્વારકાપુરી ને દીપાંજલિ સોસાયટીઓના નામ અહીં, સર્વ સુખી , સર્વે સંતુસ્ટ , સર્વ સમાવેશકી જૂનાગઢ નગરી . છે ખરીદી બજારો - ચોક પંચહાટડી માંગનાથ , વણઝારી ચોક , દીવાનચોક , રંગમહેલ ચિતાખાના અને માંડવીચોક અહીં. કુંજ, સાંકડી ગલીઓ જૂનાગઢની અનેક અહીં .
ઉડન ખટોલા રોપવે ગિરનારે અંબાજી શક્તિપીઠ ત્યહી. વૈષ્ણવો કેરા હવેલી મંદિરો , છે સંપ્રદાય સ્વામિનારાયણના મંદિરો.
હેરિટેજ વારસાનું નગર આ જૂનાગઢ , ને ઈકો ટુરિઝમ તો અઢળક અહીં.
આ બધા છે ખાસ અહીં..

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

Care And Protect Animals