અમૃતલાલ વેગડ - નર્મદાનું સૌંદર્ય સાહિત્ય 

નર્મદા પરિક્રમાનું અનુભવ્ય વર્ણન .

 

                     અમૃતલાલ વેગડ  નર્મદા લેખક  કહીએ કે નર્મદા ચિત્રકાર કહીયે .  તેમણે નર્મદા નદી અને આસપાસનાં  સમગ્ર  સૌંદર્યનું અદભુત સાહિત્ય  નિર્મલ જળની જેમ વહાવ્યું છે. 

                તેમના પરિક્રમા પ્રવાસ  વર્ણનો , અનુભવોનું , પ્રકૃતિ સૌંદર્યનું , ત્યાંના લોકજીવન અને સંસ્કૃતિનું  અદભુત જીવંત ગદ્ય વર્ણન  સહજ શૈલીમાં  સાહિત્યમાં નિરૂપ્યું છે.

                       તેમની સાહિત્ય પુસ્તક રચનાઓ  સૌંદર્યની નદી નર્મદા ,  પરિક્રમા નર્મદા મૈયાની,  તીરે તીરે નર્મદા  વિગેરેમાં નર્મદા નદીને તેમની નસ નસ માં વહાવી તેના પડાવોને અદભુત શૈલીમાં વર્ણવ્યા છે.  નર્મદા પરિક્રમા તેઓએ જાતે કરી તેનું સંપૂર્ણ ભાવજન્ય - અનુભવજન્ય વર્ણન કર્યું છે. તેમનું સાહિત્ય વર્ણન દરેક વાચકને આ પ્રવાસો , નર્મદા તટ  , નર્મદા પરિક્રમા કરવા અચૂક પ્રેરે છે , અને વાચકને દરેક પડાવોમાં સાથે અનુબંધ જોડી રાખે છે.

                       તેમના સાહિત્યમાં પ્રકૃતિનો લાવણ્ય પ્રેમ , સાહસ , વ્યંગ - હાસ્ય , પ્રવાસ પ્રેરકતા , સંસ્કૃતિ અને ભૌગોલિકતા સાથે જોડાણનો ભાવ બનાવી રાખે છે . તેમની આ પરિક્રમાના વર્ણનોમાં જીવંતતા , રસપ્રદતા  કે જાણે આપણે નર્મદા કાંઠે પ્રવાસ પરિક્રમા સાહસ કરતા હોઈએ તેવું જણાઈ આવે , અને તે જાતે અનુભવ કરવાની તાલ-વેલી જાગે .

                       નર્મદાના સમગ્ર કાંઠે ચાલી ચાલીને અનુભવેલા અદભુત જીવંત અનુભવોનું વર્ણન આ પુસ્તકોમાં રસપ્રદ વર્ણવ્યું  છે .જેમાં પ્રકૃતિતત્વ , ભાવજગત , કુદરતનું સામ્રાજ્ય , નદીઓનું મહત્વ , લોક જીવન , આસ્થા અને માન્યતાઓ , નર્મદા તટનું ચિત્રાંકન ખરેખર 'ન ભૂતો ન ભવિસ્યતી ’'  છે.

                       નર્મદા તટ  સાનિધ્યમાં , પહાડોની ગોદમાં , ખુલ્લા મેદાનોમાં , ઘેઘુર જંગલો , નર્મદાના જુદા જુદા વૈવિધ્ય સભર પ્રવાહોમાં , વરસાદી મોજમાં , ઉનાળાની ગરમી  , શીતળ ચાંદની  , સુંદરતા અને ભયંકરતા નર્મદાતટ  લોક-જીવનના પ્રવાહો  ,આસ્થા અને માન્યતાઓ , સૌંદર્ય , જીવનની વાસ્તવિકતાઓ ,  મુશ્કેલ સમય અને ઈશ્વરીય ચમત્કારો જેવા વૈવિધ્યસભર - અનુભવજન્ય સમન્વયોનું અદભુત ચિત્રણ-વર્ણન કરેલ છે.

                     મૂળ ગુજરાતના કચ્છમાં જન્મેલા અમૃતલાલ વેગડ પિતાજીના રેલવે કોન્ટ્રાકટના કામ ને કારણે મધ્ય પ્રદેશ ના જબલપુરમાં વસ્યા . તેમનો અભ્યાસ ભારતની ખ્યાતનામ રવીન્દ્રનાથ ટાગોરજી સ્થાપિત  વિશ્વ ભારતી શાંતિ નીકેતનમાં ચિત્રકલાના વિષયમાં થયો . નંદલાલ બોસ જેવા સમર્થ ચિત્રકાર તેમના ગુરુ . શાંતિનિકેતનમાં ચિત્રના ઉત્કૃષ્ટ અભ્યાસની પૂર્ણાહૂતિ સમયે ગુરુ એ અમૃતલાલ વેગડને કહ્યું જીવનમાં સફળ ન થાઓ તો કઈ નહીં પરંતુ જીવનને સાર્થક જરૂર કરજે. આ આશીર્વાદ સાહિત્કાર બનેલા અમૃતલાલ વેગડને જીવનની ઉત્તરાવસ્થા એ નર્મદાની પરિક્રમા અને તેમના સાહિત્ય સર્જનોથી સાર્થક કરી , જીવન સાર્થક થયાનું અમૃતલાલ વેગડે અનુભવ્યું .

                       માં નર્મદાના સૌંદર્યને નિરૂપનાર , અભિવ્યક્ત કરનાર અમૃતલાલ વેગડના નર્મદા અને  પ્રકૃતિપ્રેમ એ  સાહિત્ય ઉદગમ  સ્થાનથી નદીના ફરી ઉદગમ સ્થાન તરફના ક્રમે  જીવન  પર્યન્ત અભિવ્યક્તિનો પ્રવાહ નર્મદાના સાહિત્ય સર્જનથી વહેતો રાખી અવિરત ભવિષ્ય પ્રવાહ આપણ ને સૌને આ સાહિત્ય રચનાઓથી આપ્યો .

                     અમૃતલાલ વેગડએ તેમના અનુભવ વર્ણનના એક  ઇન્ટરવ્યૂ માં એકવાર જણાવ્યું હતું કે , ભવિષ્યમાં મારી પૃથ્વી પર ગેરહાજરીમાં જયારે નર્મદા તટે કોઈ દંપતી નર્મદા તટ ની સફાઈ કરતુ હશે , અને નદી કાંઠે વૃક્ષ વાવતું હશે તો તે હું અને મારા ધર્મ પત્નિ કાન્તા જ હશે ! વાહ નર્મદા નદી અને નિસર્ગ પ્રત્યે કેટલો અદભુત પ્રેમ સુનેહરો !

                   તેમની  આ સાહિત્ય રચનાઓ માટે હિન્દી ભાષા સાહિત્ય અને ગુજરાતી ભાષા સાહિત્ય ના સર્વોચ્ચ પારિતોષિતો સન્માનો પ્રાપ્ત થયેલ .

                  આમ, અમૃતલાલ વેગડ નર્મદાના ઉદગમ થી ઉદગમ તરફ ના અણદીઠેલાં પ્રવાહે અદભુત વહયા છે.. અને વાચકોને તેમની ગેરહાજરીમાં તેમના સાહિત્ય સર્જન પ્રવાહોથી અવિરત નર્મદા કાંઠે , પરિક્રમાપથે ભાવપૂર્ણ વહાવતા રહેશે  ..

                 મિત્રો પ્રવાસ સાહિત્ય  , પરિક્રમા વર્ણન , સાહસ પ્રવાસો , લોકજીવન , લોક સંસ્કૃતિઓ , ભૌગોલિક વર્ણન , કુદરતનાં અદભુત સૌંદર્યનું વર્ણન વાચકને હૃદય થી પ્રેરે છે .

 

                         

            ~~~~~~~~~~~~~~~    ~~~~~~~~~~~~~~   ~~~~~~~~~~~~~~~    ~~~~~~~~~~~~~~~

 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

Care And Protect Animals