પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ -2022 તા. 24 અને 25 સપ્ટેમ્બર, રાજકોટ.
ઇન્ડિયા ફાઉન્ડેશનના માર્ગદર્શનથી વર્ષ 2011 થી શરૂ થયેલ - ગુજરાત થિંકર્સ ફેડરેશન અને સમન્વય પ્રતિષ્ઠાનના પ્રાવધાનમાં બે દિવસીય પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 - રાજકોટ હોટેલ પેટ્રિકા સ્યુટ્સ ખાતે 'વિઝન ગુજરાત - 2060' થીમ પર ડેલિગેટ - પાર્ટિસિપેસન કરવાનો અનેરો જ્ઞાનસભર - મનોમંથન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
' ગુજરાત યંગ થિંકર્સ મિટ - 2022 માં પસંદ થયેલ વિભિન્ન ક્ષેત્રના 86 યુવાઓએ સક્રિયતાથી ભાગ લીધો હતો.
ગુજરાતના તજજ્ઞોની પેનલના વૈચારિક કાર્યશીલ માર્ગદર્શક સેસન્સ અને ડેલિગેટ્સના સક્રિય પાર્ટિસિપેટરી ઇનપુટ્સ અપ્રોચથી વિઝન ગુજરાત - 2060નું મંથન સંવાદીત રીતે બે દિવસ દરમ્યાન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો શુભારંભ ઇનોગ્રેસન સેશન - વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન Vallabh Youth Organisation ના પૂજ્ય વ્રજકુમાર મહોદયજી VRAJRAJKUMARJI GOSWAMI દ્વારા વિકાસના પાંચ પાયાઓ સ્વરૂપે સ્વચ્છતા , ગર્ભ સંસ્કાર સહિત માર્ગદર્શિત કર્યા.
પ્રથમ દિવસના બીજા સેશનમાં ખ્યાતનામ કલાકાર , સાહિત્યકાર અને શિક્ષણ વિદ શ્રી સાઈરામ દવે Sairam Dave એ મૌલિકતા સભર એજયુકેશન - 2060 ,સ્કૂલિંગ સિસ્ટમ પર ચર્ચા કરી.
ત્રીજું સેશન ખ્યાતિ પ્રાપ્ત , ઉમદા વક્તા , સાહિત્ય સર્જક શ્રી જય વસાવડા Jay Vasavada only JV એ માર્મિક દેશ વિદેશના વિચારો-વ્યવહારો-પ્રગતિ વિષે સ્પેશ્યલ સેશન આપ્યું હતું.
અમો 86 ડેલિગેટસ 05 તેના ગ્રૂપોમાં વિભાજીત થયેલ જેમને ગુજરાતને સ્પર્શતા 19 જેટલા જુદા જુદા વિષયો - સામાજિક , રાજકીય, માનવીય , શેક્ષણીક , સ્કિલ સંબંધિત મુદ્દાઓ પર વિચાર મંથન કરી તેના ઉકેલ - ગ્રુપ વાઈઝ પ્રેઝન્ટેશન કરાવવામાં આવ્યું હતું .
તો રાત્રીના અંતિમ સેશનમાં ' મોક પાર્લામેન્ટ ' યોજવામાં આવી હતી. જેમાં 'વન નેશન વન ઈલેક્સન' વિષય પર પાર્લામેન્ટરી પદ્ધતિથી સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે 02 કલાક ચર્ચા હાથ ધરવામા આવી. આમ, દિવસ 01 ખુબજ સક્રિય અને મનોમંથનમયિ રહ્યો.
' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 ' ના બીજા દિવસે મોર્નિંગ બ્રેકફાસ્ટ બાદ પ્રથમ સેશ માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મીડિયા ઇન્ચાર્જ રહી ચૂકેલ મૂળ કેરાલિયન પણ વર્ષોથી ગુજરાત સ્થાયી થયેલ એવા ડો . જય થરૂર એ બ્રાન્ડિંગ એન્ડ લીડરશિપ વિષયે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું.
બીજા સેશન માં આઈ - હબ iHub Gujarat ગુજરાત સ્ટાર્ટઅપ ઇનોવેશનના સીઈઓ શ્રી હીરાનમય મહંતા એ સ્ટાર્ટઅપ ઈકોનોમી પર વિદ્યાર્થી , નાના- મોટા ઉદ્યોગ સાહસિક માટેની પ્રોત્સાહક નીતિ કાર્યની સુંદર રજૂઆત શેર કરી હતી.
દિવસ - 02 ના સેશન - 03 માં ગુજરાતના મહત્વના અખબારોમાં જેમને ચીફ એડિટરની ભૂમિકા ભજવી છે અને પત્રકારત્વનો શ્રેષ્ઠ એવો પુલિત્ઝર પ્રાઈઝ જેમને પ્રાપ્ત થયેલ છે તેવા ટાઈમ્સ ગ્રુપના - નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના અખબારના ચીફ એડિટર વરિષ્ટ પત્રકારશ્રી અજય ઉમટ સર Ajay Umat એ ' અનટોલ્ડ પોટેન્સિઅલ ઓફ ગુજરાત ' વિષય પરના સેશનમાં ગુજરાત ભારત અને વૈશ્વિક ફલક પર ચિતાર આપેલ ,સાથે વૈશ્વિક વિચારકોના પુસ્તકો પર વિસ્તૃત ચિંતન આપ્યું . બીજા દિવસના બપોરના સમયે લંચ બાદના સેશન માં રાજકોટનાજ શ્રી જતીનભાઈ કટારીયાનું સ્પેશ્યલ સેશન હતું જેમાં લાઈફ લેસન્સ અન્વયે ડ્રિમ્સ અને વાઈલ્ડ ડ્રિમ્સ વિષે નાનું સ્પેશ્યલ સેશન આપેલ.
બે દિવસની આ પ્રકારની પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ' મિટ 2022 '- રાજકોટ ના સમાપન સત્રમાં વિચારક - લેખક અને ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર એવા શ્રી રામ માધવજી દ્વારા તેમના દ્વારા લિખિત પુસ્તક વિમોચનમાં સહભાગી થયા અને તેમના હસ્તે ભાગ લીધેલ ડેલિગેટ્સને સ્મૃતિચિન્હ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આમ, સમગ્ર વિષય થીમમાં 2060 માં ગુજરાત કેવું હશે , ગુજરાતની ક્ષમતાઓ , ગુજરાતની જરૂરિયાતો , ભયસ્થાનો , ગુજરાતમાં સંભાવનાઓ - તકો. જેના પર વિચાર મંથન , ચિંતન . વિઝન ગુજરાત - 2060 કે ગુજરાત જયારે 100 વર્ષનું' શતાયુ ' થશે તે વિષય પર વિવિધ તજજ્ઞ પેનલિસ્ટ અને ડેલિગેટ્સએ મનોમંથન રૂપ ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યો હતો.
બે દિવસના સક્રિય શેડ્યૂલમાં ડેલીગેટનું પાર્ટીસિપેશન , ગ્રુપ ડિસ્કશન,' માય વિઝન ફોર ગુજરાત - 2060 ' , મોક પાર્લામેન્ટ સહિતની પ્રેકટીકલ પ્રવૃત્તિ આ મીટમાં કરવામાં આવી.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલય ( એમએસ યુનિવર્સિટી )- વડોદરાના સેનેટ અને સીન્ડીકેટ મેમ્બર શ્રી જીગર ઇનામદાર Jigar Inamdar કે જેઓ વૈવિધ્યીક કાર્યશીલ એવી રાજ્ય અને દેશ-વિદેશની સંસ્થાઓ સહ સક્રિય રીતે જોડાયેલ છે, તેમના માર્ગદર્શન અને સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ - એમએસયુ , ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વર્ક - એમએસયુના વિદ્યાર્થીઓ અને ગુજરાત થિંકર્સ ફેડરેશન અને સમન્વય સમન્વય પ્રતિષ્ઠાનના ગ્રુપ મેમ્બર્સ સહભાગી મેનેજમેન્ટ દ્વારા ખુબજ સુંદર આયોજન - સમાયોજન સંકલન અને સમગ્ર ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 ની સફળતા પૂર્ણ કામગીરી ઘણીજ સરાહનીય હતી જેમણે ' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 ' ને સફળતા અપાવી હતી.
જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .
જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા,જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટ , પ્રવાસ. અમો ચાર જુનાગઢથી શ્રી પી.જી.પટેલ અધિક કલેકટર જુનાગઢ , શ્રી પંકજ કોટક સર , મારા મિત્ર રાજેશ ડાભી અને હું , એમ અમે બે જોડી મિત્રો , શિયાળાની આ શરુઆતી મૌસમમાં વહેલી સવારે જુનાગઢના રેલ્વે સ્ટેસનથી ઉપડતી ફક્ત પાંચ જેટલા ડબ્બાઓ સાથેની મીટરગેજ રેલ્વેલાઈન પર ચાલતી હેરીટેજ કહી શકાય તેવી જંગલ સફારી ટ્રેનની મજા માણવા ૦૭:૨૦ કલાકે નીકળી પડ્યા. એમા પણ અમારી અને રાજેશની જોડી તો માંડ ઉપડતી ટ્રેને દોડતા દોડતા ટ્રેનમાં બેસ્યા. પહેલેથીજ સમયસર બેસેલી શ્રી પી.જી.પટેલ અને પંકજ કોટક સર ની જોડી . મેં એમને કહ્યું આ આહીર અને રબારી અમે બન્ને તો અમે ૨૦ મિનીટમાં ઘરે થી અહી તૈયાર થઇ પહોચ્યા , બીજા ન પહોચી શકત કે આવત . કેમકે આ જૂનાગઢ થઈ જામવાળા હેરિટેજ સફારી ટ્રેનના પ્રવાસનું ધણાં વખતથી અમારી ડીઆરડીએ ઓફિસ ના ૩૫ જેટલાં સ્ટાફનું આયોજન ચાલી રહ્યું હતું, આ પ્રવાસના આગલા દિવસે જ જૂનાગઢ માં રન ફોર નો ટુ ડ્રગ્સ જૂનાગઢ મેરેથોન હતી, હું તેમાં સંમિલિત થયેલ , સર અને કેટલાક સ્ટાફ આના માટે ...
टिप्पणियाँ
एक टिप्पणी भेजें