Chal Chali Nikdiye..
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર - અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર .
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર ..
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર ..,
અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર
ડુંગરા, નદીઓ, ને વનો ફંફોળતા -
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર
રસ્તાઓ ભલે હો જ્યાં અજાણ્યા , પણ સંદેહ નહીં જરાપણ જરાપણ ,
શોઘસું , અથડાસુ , પછડાશુ ને ફરી ફરી ચાલીશુ .,
જીવન પથ જ છે આ અજાણ્યો , તો પછી શું અજાણ્યું અજાણ્યું ..
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર..
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર.,
ઢળતી સાંજને ,ઉઘડતી સવાર,બપોરનો તડકોને,પક્ષીઓનો કલરવ પણ કેવો મજાનો,
આકાશ અપાર ને ધરતીએ અપાર , આકાશ અપાર ને ધરતીએ અપાર..
જમીનની ભીનાશ ને - વૃક્ષો ની છાંય વચ્ચે આનંદ અપાર ને અપાર જ .,
પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો - પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો
માટી ની સુગંધ ને હૃદય માં ઉતારી, -
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર...
અજાણ્યો પથ ને એ અજાણ્યા લોકો , અનુભવ છે આ કેવો નવો જ નવો..
વર્તમાન ને સજાગતાથી જોઈને જાણીને ને ચાલ આગળ વધીયે .,
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર...
ભીતર નો આનંદ ને કુદરત નો સુમેળ છે ,
આ ભીતરનો ને કુદરત સાથેનો સુમેળ છે કેવો મજા નો..
તો ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર
જુદા જ લોકો ,ને જુદી જ બોલી, ને જુદા વ્યવહારો.,
એ અનુભવ જ કેવો નિત્ય ને નવેલો .,
હૃદય ને છે એ ઝંઝાવતો , ઝંઝાવનારો , ઝળઝળાવનારો,
ક્યાંક છે થોડો શોર ને કલશોર , ક્યાંક અદભુત ને ક્યાંક છે શાંત .. ,
તો ક્યાંક નયન રમ્ય ..
અઢળક અદભુત છે આ પ્રવાસના પડાવો ..,
ચાલ જાણીયે , ચાલ અનુભવીએ , અજાણ્યી કેડીઓ પર ચાલી ને જોઈએ.,
અનુભવ પામીયે , મનને કેળવીએ ,ચાલીયે હંમેશા અજાણ્યા પથ પર.,
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર
અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર ..
ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર . . ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર ...
ચાલ ચાલી નીકળીએ ! ....
-- અર્જુનક્રિષ્ન આહિર – જૂનાગઢ.
કાવ્ય વિષે થોડું ..,
મિત્ર સાથે કોઈ નવા ને અજાણ્યા પ્રવાસ પથ પર નીકળ્યા હોઈયે , ત્યારના સંવેદનો અને આ આનંદ અને ફરી વાર આવા સાહસિક પ્રવાસો નવી જગ્યાઓએ , જંગલોમાં , નદીઓએ , પહાડો પર,સ્થાપત્ય સ્થળોએ જવાની તાલાવેલી.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें