Care And Protect Animals

Care and Protect Animals પ્રાણી ઓની સારી રીતે સાર સંભાળ માટેનું મહત્વ ; જીવ અને સૃષ્ટિ ચક્રના દરેક જીવ પશુ-પક્ષી-પ્રાણીનું જતન-સંરક્ષણ કુદરતી-નેસર્ગીક રીતે અને વિજ્ઞાનના સમન્વયથી-ઉપયોગથી સંભાળવુ અગત્યનું છે. પ્રાણી માત્ર સહાનુભૂતા : વાતાવરણીય ફેરફારો , વૈશ્વિક ફેરફારો , માનવીય ચંચુપાત , ઔદ્યોગિકરણ , અને અનેક કારણોસર નિસર્ગમાં ઘણી ખલેલ પહોંચી છે. મનુસ્ય જીવ તરીકે પ્રાણી માત્રની સંભાળ , જતન અને સંરક્ષણ, સંવર્ધન જરૂરી છે. પ્રાણી જાતિ માં બે પ્રકાર છે . મનુષ્ય ના ઉત્ક્રાંતિ કાળમાં કેટલાક પ્રાણીઓ જે મનુષ્ય ની આસપાસ રહે છે જે પાલતુ પશુ પ્રાણી તરીકે અને મુખ્યત્વે જંગલ માં વસતા અને શિકાર કરતા પ્રાણીઓ . હોય છે . બન્ને ની કાળજી જુદી જુદી રીતે સંરક્ષિત કરવામાં આવે છે. તેના માટે પાણી, ખોરાક, પ્રેમ , કરુણા , એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર , તેમનામાં ચંચુપાત નહીં , પજવણી નહીં , તેમના સંરક્ષિત વિસ્તારો , યોજનાઓ અગત્યની બને છે . પ્રાણી માત્ર કરુણા અને સહાનુભૂતિ ને પાત્ર છે . સૃષ્ટિ માં જીવ સ્વરૂપે વસ્તી ગોચર - અગોચર સર્વે જીવો - મનુષ્યો , પશુ - પક્ષી - પ્રાણી , જળચર - થલતર - સહીત જીવજંતુ કીટક સહિત સર્વે એકબીજાના પૂરક છે . ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે , જીવ માત્ર સકળ જગત કરુણા મૈત્રી પાત્ર છે . આવા ઉન્નત વિચારમાં ક્યાંક ને ક્યાંક સમયાંતરે મનુષ્ય સ્તરે સામાજિક - રાજકીય - માનવીય દ્રષ્ટિકોણ , ઔદ્યોગિકરણ , આર્થિક બાબતો , ઘટ્તા જતા જંગલો , ભૌતિક વાદ , જળ વાયુ પરિવર્તન કારણે ઘણી ઉણપો આવી છે. આ બધા પ્રવાહો ને લીધે પૃથ્વી પરથી અનેક પ્રાણીઓ નામશેષ લુપ્ત થયા છે , થઇ રહ્યા છે . તે પ્રત્યે આપણો અભિગમ દ્રષ્ટિકોણ , જાગૃતિ ન હોવી , તેની જાળવણી અને સુરક્ષા ન થવી . કારણ છે. મનુષ્ય તરીકે આપણી દરેક જીવ સૃષ્ટિ પ્રાણી ને આપવું , સહાનુભૂતિ ધરાવવી નૈતિક ફરજ છે, આ સાથે સરકારના આ પ્રત્યે દ્રઢ પગલાં - યોજનાઓ મહત્વની બની રહેશે . દંડ અને કાયદાઓ ની કડક અમલવારી , લોક જાગૃતિ અને સમજ જરૂરી . સાથે પ્રાણીઓ ની જાણવણી માટે નિયત કરેલ કાયદાઓનું પાલન કરવું દરેક નાગરિકોની ફરજ છે. તે માટે કેટલાક ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ : - પ્રકૃતિ અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક ન લઇ જવું , ફેંકવું તો બિલકુલ નહીં. - વન્ય પ્રાણીઓ છછેડવા નહિ , પ્રાણીઓ ને જાણકારી વગર ખોરાક નાસ્તો આપવો નહિ. - પ્રાણીઓ ને કનડગત હેરાનગતિ ન થાય અને એનિમલ સો ન થવા જોઈએ. - દરેક પ્રાણી જીવ પ્રત્યે કરુણાભાવ મૈત્રી સદ્ભાવ રાખવો . - તેમના માટે શુદ્ધ હવા પાણી ખોરાક મળી રહે તેવું વાતાવરણ જાળવી રાખવું ,તેના માટે આનુસંગિક વ્યવસ્થા જાળવવી. - વાતાવરણ ને દુષિત કરતા વાયુ પ્રદુષણ ઓછું થાય , નદીઓમાં ઠલવાતું વિવિધ ઉદ્યોગ નું કેમિકલ યુકત પ્રવાહી વહેતુ અટકે. - વાહનો અને અન્ય મોટા અવાજો દ્વારા ફેલાતું ધ્વનિ પ્રદુષણ ન થાય.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .