Chal Chali Nikdiye..

ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર - અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર . ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર .. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર .., અજાયણી કેડીઓ ને અજાણ્યા રથ પર ડુંગરા, નદીઓ, ને વનો ફંફોળતા - ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર રસ્તાઓ ભલે હો જ્યાં અજાણ્યા , પણ સંદેહ નહીં જરાપણ જરાપણ , શોઘસું , અથડાસુ , પછડાશુ ને ફરી ફરી ચાલીશુ ., જીવન પથ જ છે આ અજાણ્યો , તો પછી શું અજાણ્યું અજાણ્યું .. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર.. ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર., ઢળતી સાંજને ,ઉઘડતી સવાર,બપોરનો તડકોને,પક્ષીઓનો કલરવ પણ કેવો મજાનો, આકાશ અપાર ને ધરતીએ અપાર , આકાશ અપાર ને ધરતીએ અપાર.. જમીનની ભીનાશ ને - વૃક્ષો ની છાંય વચ્ચે આનંદ અપાર ને અપાર જ ., પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો - પ્રવાસ નો પથ છે આ કેવો મજાનો માટી ની સુગંધ ને હૃદય માં ઉતારી, - ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર... અજાણ્યો પથ ને એ અજાણ્યા લોકો , અનુભવ છે આ કેવો નવો જ નવો.. વર્તમાન ને સજાગતાથી જોઈને જાણીને ને ચાલ આગળ વધીયે ., ચાલ ચાલી નીકળીએ અજાણ્યા પથ પર... ભીતર નો આનંદ ને કુદરત નો સુમેળ છે , આ ભીતરનો ને કુદરત સાથેનો સુમેળ છે કેવો મજા નો...