
' હેરિટેજ જૂનાગઢ ' - શું છે ? શું થયું ? શું થઈ શકે ? આપણે શું કરી શકીએ ? #JunagadhHeritage જૂનાગઢ મહાનગરની ઓળખ એટલે તેના હેરિટેજ સ્થળો - સ્થાપત્ય ધરોહરોનું વૈવિધ્ય . સદીઓથી રૈવતાચળ - જૂનાગઢ ભારત વર્ષના વિવિધ ધર્મના બેનમૂન અને વિવિધ શૈલીના હેરિટેજ સ્થાપત્યો માટે જાણીતું છે. જેમાં હિન્દૂ, બૌદ્ધ,ઇસ્લામિક,જૈન સ્થાપત્યોનો સમાવેશ થાય છે .અશોક સમયના શિલાલેખો , બૌદ્ધકાલીન ગુફાઓ , સોલંકી યુગના કિલ્લાઓ અને કુવાઓ,અને આઝાદી સમય પહેલાના નવાબી કાળના બાંધકામો,દરવાજાઓ,લાઈટ પોલ . જૂનાગઢની ઓળખ એટલે એક જ શહેરમાં વૈવિધ્યકાલીન સ્થાપત્યો , વૈવિધ્યતાસભર ધરોહર વારસા માટે ગુજરાતમાં પ્રથમ આવે છે. અહીંની મુલાકાત તમને એકસાથે અનેક યુગોની સફર તે સમયના સ્થાપત્યો સાથે રૂબરૂ કરાવે છે . જૂનાગઢ જિલ્લાના માન .શ્રી જવાહરભાઇ ચાવડા ગુજરાતના પ્રવાસન મંત્રી બનતાં તેમણે તાત્કાલિક રસ દાખવી ગુજરાત સરકારશ્રી દ્વારા જૂનાગઢ માટેની સવિશેષ ઓળખ એવા ઉપરકોટ કિલ્લો કે જે 55 એકર વિસ્તાર અને 2.5 કિલોમીટર લાંબી ત્રિજીયામાં ફેલાયેલો છે. તેનું પ્રવાસન વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે રીનોવેશન અને રિસ્ટોરેશન , તેમજ હેરિટેજમાં આગ...