' હેરિટેજ જૂનાગઢ ' - શું છે ? શું થયું ? શું થઈ શકે ? આપણે શું કરી શકીએ ?

#JunagadhHeritage

જૂનાગઢ મહાનગરની ઓળખ એટલે તેના હેરિટેજ સ્થળો - સ્થાપત્ય ધરોહરોનું વૈવિધ્ય . સદીઓથી રૈવતાચળ - જૂનાગઢ ભારત વર્ષના વિવિધ ધર્મના બેનમૂન અને વિવિધ શૈલીના હેરિટેજ સ્થાપત્યો માટે જાણીતું છે. જેમાં હિન્દૂ, બૌદ્ધ,ઇસ્લામિક,જૈન સ્થાપત્યોનો સમાવેશ થાય છે .અશોક સમયના શિલાલેખો , બૌદ્ધકાલીન ગુફાઓ , સોલંકી યુગના કિલ્લાઓ અને કુવાઓ,અને આઝાદી સમય પહેલાના નવાબી કાળના બાંધકામો,દરવાજાઓ,લાઈટ પોલ .જૂનાગઢની ઓળખ એટલે એક જ શહેરમાં વૈવિધ્યકાલીન સ્થાપત્યો , વૈવિધ્યતાસભર ધરોહર વારસા માટે ગુજરાતમાં પ્રથમ આવે છે. અહીંની મુલાકાત તમને એકસાથે અનેક યુગોની સફર તે સમયના સ્થાપત્યો સાથે રૂબરૂ કરાવે છે .

જૂનાગઢ જિલ્લાના માન .શ્રી જવાહરભાઇ ચાવડા ગુજરાતના પ્રવાસન મંત્રી બનતાં તેમણે તાત્કાલિક રસ દાખવી ગુજરાત સરકારશ્રી દ્વારા જૂનાગઢ માટેની સવિશેષ ઓળખ એવા ઉપરકોટ કિલ્લો કે જે 55 એકર વિસ્તાર અને 2.5 કિલોમીટર લાંબી ત્રિજીયામાં ફેલાયેલો છે. તેનું પ્રવાસન વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે રીનોવેશન અને રિસ્ટોરેશન , તેમજ હેરિટેજમાં આગવી ઓળખ ધરાવતા મહોબત મકબરાના રિસ્ટોરેશન જેવા મહત્વના પ્રવાસન વિકાસ કામો પૂર્ણતાના આરે છે. જે આગામી સમયમાં નઝરાણું બની રહેશે . તો આગામી સમયમાં જૂનાગઢની બહાઉદીન કોલેજ , નરસિંહ મહેતાનો ચોરો અને સર્કિટ હાઉસ સામેના બગીચામાં આવેલ હેરિટેજ ટાંકાને ન્યૂ 3ડી ટેક્નોલોજી લાઇટિંગ થી રાત્રીના પ્ર્રકાશિત કરાશે.

આ પહેલા જૂનાગઢના તત્કાલીન પ્રથમ નાગરિક માન. મેયર સ્વ. શ્રી જીતુભાઇ હિરપરાના કાર્યકાળ દરમ્યાન મજેવડી દરવાજા , સર્કલ ચોક દરવાજા અને ત્યારબાદ હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેલવે સ્ટેશન સામેના સરદાર પટેલ દરવાજાને રિસ્ટોરેશન કરી રિનોવેટ કરાયા.

જૂનાગઢમાં તબક્કાવાર હેરિટેજનો વિકાસ,તેની જાણવણી,રિસ્ટોરેશન જેવી કામગીરી સારી થઇ રહી છે , ચાલી રહી છે. જૂનાગઢ હેરિટેજ માટે ઘણી અહીંની સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ , ગ્રુપો , વ્યક્તિગત , જનમત ગ્રુપ જૂનાગઢ વિગેરે દ્વારા એતિહાસીક ધરોહરોમાં સફાઈ અભિયાન સહિતના જાણવણીના સારા કરેલ પરંતુ વિશાળ પાયા પર , નિરંતર કાયમી ઉકેલ ન હોય સ્વચ્છતા, સહયોગ, સેવામાં સંશાધનોના અભાવે હેરિટેજની જાળવણીમાં નિરંતરતા ન રહી શકે .

હેરિટેજ માટે આપણે શું કરી શકીયે ? સ્થાનિક વહીવટી તંત્ર,મહાનગરપાલિકા, સરકારશ્રી શું કરી શકે ? તે દિશા તરફ દ્રષ્ટિગોચર થઈએ. આપણી આસપાસ આપણા શહેરમાં અનેક આવા અને આ સિવાયના નાના,મધ્યમ અને અદભુત એવા હેરિટેજ વારસાઓ આવેલ છે, જેની જાણવણી નથી થતી .ચાલો એક એક શહેર અને ગામના હેરિટેજ સ્થળો-સ્થાપત્યો નામશેષ થાય તે પહેલા બચાવી લઈએ .

1. મહાનગરપાલિકા દ્વારા એજન્સી નક્કી કરી જૂનાગઢ શહેરના તમામ નાના મોટા હેરિટેજનો સંપૂર્ણ સર્વે કરી દસ્તાવેજીકરણ કરી, તેના આધારે તેના રીનોવેશનની જરૂરિયાત ની વિગતો તૈયાર કરવી. ગુજરાતની જાણીતી CEPT યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું આ આર્ટિટેક્ટ માટે મૂલ્યાંકન , જાણવણી અને રીનોવેશન માટે એક્સપર્ટ વ્યુ લઇ શકાય .

2. વિવિધ હેરિટેજ - દરવાજાઓ,પીલોર,જાળીઓ , કાંગરાઓ,હેરિટેજ મકાનો,વિગેરેની જાણવણી થવી જરૂરી.

3. હેરિટેજની આગળ શક્યત બીજા બાંધકામો ન હોય તે ઇચ્છનીય છે . સાથે હયાત હેરિટેજના મૂળ બાંધકામની સાથે મોર્ડન આર્ટિટેક્ટનું સમન્વય જોડાણ બાંધકામ ન કરવું જોઈએ.

4. હેરિટેજમાં પેઇન્ટિંગ જાહેરાતો , જાહેરાત બોર્ડ , સાઈન બોર્ડ , પેમ્પલેટ , જાહેરાત બેનર બિલકુલ ન લગાવવું જોઈએ તેના પર નામો કે અન્ય લખાણ કરી હેરિટેજને નુકસાન ન કરવું જોઈએ .

5. હેરિટેજ સ્થાપત્યોમાં કલર ન કરવો જોઈએ તેની જાણવણી સાયન્ટિફિક ધોરણે થાય,નાના મધ્યમ હેરિટેજમાં હેરિટેજ કલર કરી શકાય સામાન્ય કલરથી તેની શોભા ઘટે છે .

6. તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા હેરિટેજ જાણવણી માટે ટાસ્ક ફોર્સ બનાવી અને એક અધિકારી સુનિશ્ચિત કરી નાના મોટા હેરિટેજ સ્થળો સ્થાપત્યોની કાયમી સુરક્ષા અને જાણવણી થાય - સક્રિય હેરિટેજ સેલ દ્વારા .

7. સરકારી ઇમારતો ઘણી હેરિટેજ છે, જેની સુયોગ્ય જાણવણીની જવાબદારી જે તે વિભાગની છે.ત્યાંના અધિકારી/કર્મચારીઓની છે. તેની સ્વચ્છતા અને અસ્મિતા જળવાઈ રહે તે જરૂરી છે. ( જેમકે સરદારબાગ ,લીમડા ચોક, દીવાન ચોક વિગેરે સ્થળે આવેલ સરકારી હેરિટેજ ઇમારતો-ઓફીસો )

8. હેરિટેજ (એડોપ્ટેશન) દત્તક –

સ્થાનીક એનજીઓ ,બિલ્ડરો ,યુનિવર્સિટી ,વેપારીઓ , શિક્ષણ સંસ્થાઓ ,હોસ્પિટલો ,ઉદ્યોગગૃહો ,કોન્ટ્રાકટર્સ , વ્યક્તિગત ,સોસાયટીઓ , વિસ્તાર કે વ્યક્તિગત ધોરણે નાના અને મધ્યમ હેરિટેજને સ્વૈચ્છીક જાણવણી માટે નિયમો સાથે દત્તક લેવા જોઈએ , પોલિસી બનાવી જાણવણી માટે દત્તક આપવા જોઈએ .

9. એન્ટરપ્રિનીયોર,ઉદ્યોગ સાહસિક,હોટેલીયર તે જગ્યાઓએ હોટેલ,કાફે કે વિવિધ સુયોગ્ય હેતુ આપી હેરિટેજ જગ્યાઓને જાગૃત - એકટીવ કરી શકાય. અને તેને મૃતપાય,જર્જરિત થતી અટકાવી શકાય.

10. જૂનાગઢમાં હેરિટેજ કહી શકાય તેવા વિલુપ્ત થઇ રહેલા વૃક્ષ પણ છે . તેની ઓળખ અને માહિતી સંકલિત કરી , સમયાંતરે ક્રોનીગ અને જાણવણી કરી શકાય .

11. ' હેરિટેજ જૂનાગઢ ' થીમ માટે મોટા પાયે બ્રોડકાસ્ટિંગ જેથી ભારત અને દેશ બહારના હેરિટેજ પ્રેમીઓ - સંશોધકો અહીં આવતા થાય .જેમાં જૂનાગઢના તમામ પ્રકારના વૈવિધ્ય વાળા હેરિટેજનું સંકલન હોય .

શું થઇ શકે ? કઈ રીતે લોકો નાના નાના હેરિટેજ પ્રત્યે આકર્ષાય ? તેના પ્રત્યે જાગૃત થાય ,જાણવણી કરે તેવા પ્રકારનું વાતાવરણ શહેરમાં બને યુવાનો આ બાબતે સક્રિય બને તે માટે માહિતી શિક્ષણ સંચાર મારફત હેરિટેજ વિષે જાગૃતિ વાતાવરણ બને . આ વિષે લોકો જાણે જોવે અને સવેંદનશીલ બને .

#heritagejunagadh

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

Care And Protect Animals