
હું સ્વચ્છતા વિશે શું કરીશ ? એ મહાન દેશ ભારત ! સ્વસ્છતા અંગે વડાપ્રધાને ઝાડુ લઈને નીકળવું પડે ? અભિયાનો ચાલે . હું નાગરિક, આપણે નાગરિકો સ્વસ્છતાના આયામો સિદ્ધિ કરવા સ્વયં સ્વચ્છતા સંસ્કાર સંચિત કરીએ,નૈતિક કર્મયોગ બનાવીએ. . બ્રહ્માંડની રચનામાં શુદ્ધતા,સ્વચ્છતા , શ્રેષ્ઠતા છે. નિસર્ગ મારી તમામ જરૂરિયાત પૂર્ણ કરે છે. વિશ્વના ઈતિહાસમાં વિવિધ પ્રજાઓની ક્રાંતિ, વિકસિત દેશોના વિકાસમાં સ્વસ્છતા પાયામાં રહી છે. જેના બહુલક્ષી પરિણામો/આયામો મેળવ્યા છે. હું સ્વસ્છતા વિશે., ચિત (મન), શરીર, વસ્ત્ર, ઘર, રહેણીકરણી, કાર્યસ્થળ,ગામ-શહેર, રાજ્ય -દેશ-વેશ્વિક સ્વચ્છતા પાળીશ અને મારો નાગરિકધર્મ બજાવીશ ...