संदेश

जनवरी, 2024 की पोस्ट दिखाई जा रही हैं

જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા, જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટનો પ્રકૃતિ પ્રવાસ .

चित्र
જુનાગઢ થી હેરીટેજ સફારી ટ્રેન પ્રવાસ તા. ૦૫/૧૧/૨૦૨૩ જામવાળા,જમજીર ધોધ, સાત મહાદેવ આશ્રમ, બથેસ્વર ફોરેસ્ટ કેમ્પ સાઈટ , પ્રવાસ. અમો ચાર જુનાગઢથી શ્રી પી.જી.પટેલ અધિક કલેકટર જુનાગઢ , શ્રી પંકજ કોટક સર , મારા મિત્ર રાજેશ ડાભી અને હું , એમ અમે બે જોડી મિત્રો , શિયાળાની આ શરુઆતી મૌસમમાં વહેલી સવારે જુનાગઢના રેલ્વે સ્ટેસનથી ઉપડતી ફક્ત પાંચ જેટલા ડબ્બાઓ સાથેની મીટરગેજ રેલ્વેલાઈન પર ચાલતી હેરીટેજ કહી શકાય તેવી જંગલ સફારી ટ્રેનની મજા માણવા ૦૭:૨૦ કલાકે નીકળી પડ્યા. એમા પણ અમારી અને રાજેશની જોડી તો માંડ ઉપડતી ટ્રેને દોડતા દોડતા ટ્રેનમાં બેસ્યા. પહેલેથીજ સમયસર બેસેલી શ્રી પી.જી.પટેલ અને પંકજ કોટક સર ની જોડી . મેં એમને કહ્યું આ આહીર અને રબારી અમે બન્ને તો અમે ૨૦ મિનીટમાં ઘરે થી અહી તૈયાર થઇ પહોચ્યા , બીજા ન પહોચી શકત કે આવત . કેમકે આ જૂનાગઢ થઈ જામવાળા હેરિટેજ સફારી ટ્રેનના પ્રવાસનું ધણાં વખતથી અમારી ડીઆરડીએ ઓફિસ ના ૩૫ જેટલાં સ્ટાફનું આયોજન ચાલી રહ્યું હતું, આ પ્રવાસના આગલા દિવસે જ જૂનાગઢ માં રન ફોર નો ટુ ડ્રગ્સ જૂનાગઢ મેરેથોન હતી, હું તેમાં સંમિલિત થયેલ , સર અને કેટલાક સ્ટાફ આના માટે ...